>
Wednesday, July 16, 2025

ઈડર માં વર્ષો જૂની પરંપરા તૂટી, મહોરમનું ઝુલુસ નિકળ્યું નહીં

ઈડર માં વર્ષો જૂની પરંપરા તૂટી,

 

મહોરમનું ઝુલુસ નિકળ્યું નહીં

 

 

હઝરત ઈમામ હુસેન અને તેમના ૭૨ જાનીસાર સાથીઓ એ

સત્ય ખાતર કરબલા ના મેદાનમાં શહાદત વ્હોરી હતી જેની યાદમાં વિશ્વભરમાં મુસ્લિમ બિરાદરો મહોરમ પર્વ મનાવે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં વર્ષોથી મોહરમ પર્વ નિમિત્તે પરંપરાગત રીતે ઝુલુસ નીકળતું હતું. ઈડર જુમ્મા મસ્જિદ થી ટાવર થઈ છેક સુરપુર ગામ સુધી ઝુલુસ નીકળતું હતું. પણ આ વખતે ઈડર કસ્બા સમાજે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે ચર્ચા વિચારણા ના અંતે વર્ષો જૂની પરંપરા તોડી ઝુલુસ નહિ કાઢવા નિર્ણય લીધો હતો.

આ વર્ષે ઇડર શહેરમાં મહોરમ નિમિત્તે મુસ્લિમ વિસ્તારમાં પાણીની પરબો બંધાઈ હતી. મુસ્લિમ યુવા કમિટીઓ તરફથી નિયાઝની વ્યવસ્થા કરાઈ હતી. મુસ્લિમ બિરાદરોએ કતલ ની રાત ઈબાદતમાં વિતાવી હતી. આ ઉપરાંત બંને દિવસ રોઝદારો માટે ઇફતારી ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

મહોરમના દિવસે સવારે કુરાનખાની રાખવામાં આવી હતી ત્યાર બાદ બપોરે બે વાગ્યા પછી જુમ્મા મસ્જિદ પાસે જ પરંપરા મુજબ તાજિયા કાઢવામાં આવ્યા હતા. અને અસર ની નમાઝ સુધી તમામ પ્રક્રિયા આટોપી લેવાઈ હતી. છેલ્લે આમ ઇફતારી બાદ ફરી મોડી રાત સુધી નિયાઝ વહેંચવામાં આવી હતી.

સમગ્ર પર્વના સફળ બનાવવા માટે ઇડર કસ્બા જમાત પ્રમુખ હારૂન ખાન પઠાણ, આસીફ બેલીમ શહીદ અન્ય મુસ્લિમ કમિટીના યુવા ઓ એ અથાગ મેહનત કરી હતી.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાથે ફજલભાઈ મેમણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores