>
Thursday, March 5, 2026

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર ખાતે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર ના ચોક તથા રસ્તા બન્યા મચ્છર ઉત્પન્ન કેન્દ્ર 

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર ખાતે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર ના ચોક તથા રસ્તા બન્યા મચ્છર ઉત્પન્ન કેન્દ્ર

ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર ખાતે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિર આસ્થા નુ સ્થાનક છે સ્થાનિક રહીશો તથા ગામ ના લોકો નિજ મંદિર ના દર્શન કરવા દરરોજ સાંજ સવાર આવે છે ત્યારે હજુ ચોમાસા ની સિઝન જામી નથી કે યથા યોગ્ય વરસાદ પણ પડ્યો નથી ત્યાં જ સોમેશ્વર મહાદેવ મંદિર ના મુખ્ય ચોક અને મંદિર ખાતે જવા ના રસ્તા પર વરસાદી પાણી નો જમાવડો થયો છે ભાવિક ભકતજનો ને ફરજિયાત મંદિર ના દર્શન કરવા જવા માટે આ ભરાયેલા વરસાદી પાણી માં થય ને જવા મજબૂર થવું પડે છે આગામી દિવસોમાં જયા પાર્વતી વ્રત શરૂ થવા નુ છે ત્યારે શ્રી સોમેશ્વર યુવક મંડળ દ્વારા શ્યામ નગર માં વસતા લોકો ને જે જય પાર્વતી વ્રત કુમારીકા ઓ રાખે છે એને પુજન વિધી કરવા માટે ખાસ બ્રાહ્મણ ભુદેવો ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આ વ્રત ધારી કુમારીકા દિકરી ઓ તથા સુહાગણ બહેનો કય રીતે સોમેશ્વર મહાદેવ મંદિર સુધી જસે એ ચિંતા નો વિષય છે કારણકે જયા પાર્વતી વ્રત મા ગોર મહારાજ મહાદેવ નુ ખાસ પુજન વિધી કરાવતા હોય છે પરંતુ આ સોમેશ્વર મહાદેવ મંદિર ના ચોક મા તથા મંદિર તરફ જવા આવવા ના રસ્તે વરસાદ નુ ગંદકી થી ખદબદતુ પાણી ભરાયેલ છે આ વ્રત મા દિકરીઓ પુજન વિધી વખતે હોશે હોશે નવા કપડાં ધારણ કરી આવતા હોય છે પરંતુ સ્થાનિક પંચાયત ની બેદરકારી ને કારણે આવતીકાલે શરુ થતા જયા પાર્વતી વ્રત મા દિકરીઓ અને સુહાગણ બહેનો ને કચવાતે મને ના છુટકે આ ભરાયેલા વરસાદી પાણી માંથી ચાલવું પડસે તો શ્યામ નગર ના લોકો મા આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક પંચાયત દ્રારા આ પાણી નો નિકાલ કરવા મા આવસે કે પછી આંખ આડા કાન કરી દેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores