>
Tuesday, July 8, 2025

ઈડર ખાતે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા ગુરુ વંદના તથા પદવીદાન સમારોહ યોજાયો

ઈડર ખાતે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા ગુરુ વંદના તથા પદવીદાન સમારોહ યોજાયો

 

ઈડર ટાઉનહોલ ખાતે તા. ૮.૭.૨૦૨૫ને મંગળવારના રોજ શ્રી ગુરુ રવિદાસવિશ્વ વિદ્યાપીઠ દ્વારા સાબરકાંઠા જીલ્લાના નવીન હોદ્દેદારોનો ગુરુવંદના તથા પદવીદાન સમારોહ યોજાયો હતો

કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામા આવી હતી નાની બાળાઓએ ઉપસ્થિત મહેમાનો સ્વાગત સ્વાગત ગીતથી કર્યું હતુ ત્યારબાદ ગુરુ રવિદાસને વંદન કરી નવનિયુકત હોદ્દેદારો અને મંચસ્થ મહાનુભાવોને શાલ અને ગુરુ રવિદાસનો ફોટો આપી સન્માન કરાયુ હતુ આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમા ગુરુ રવિદાસના વિચારો જનજન સુધી પહોંચે તેમજ શિક્ષણનુ પ્રમાણ વધે તે માટે સામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર કરવામા આવતી હોય છે આ વિશ્વ મહાપીઠના ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી નટુભાઈ પરમારે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે ગુજરાતના તમામ જિલ્લાઓમા આ કાર્યક્રમ કરવામા આવશે તેમજ જિલ્લા વાઇઝ નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂંક કરી સન્માનિત કરવામા આવશે આ કાર્યક્રમમા શ્રી ગુરુ રવિદાસ વિશ્વ વિદ્યાપીઠ દ્વારા કિરણભાઇ પરમારની સંસ્થાના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણુંકની જાહેરાત કરવામા આવી હતી સંસ્થા દ્વારા સમાજમા જાગૃતતા આવે સમાજ સંગઠિત થાય સમાજમાથી વ્યસન અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર થાય તે માટે આ મહાપીઠ દ્વારા વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવે છે તેવુ પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમારે જણાવ્યુ હતુ ખૂબ મોટી સંખ્યામા ધર્મપ્રેમી લોકોએ આજના ગુરુ વંદના કાર્યક્રમમા ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ વડીયાવીર મંદિરના મહંત શ્રી શાંતિગીરી મહારાજ, ઈડર દેવ દરબારના ગાદીપતિ મહંત શ્રી મંગલપુરી મહારાજ, ગુરુ વિશ્વ વિદ્યાપીઠ ગુજરાત પ્રદેશ પ્રમુખ નટુભાઈ પરમાર, પ્રકાશભાઈ પરમાર અને એસટી ડેપો મેનેજર હાર્દિકભાઈ સગરે પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતુ જેમા ગુરુ રવિદાસના વિવિધ પ્રસંગો અને તેમણે સમાજમા આપેલા યોગદાન માટે આજે પણ તેમને યાદ કરવામા આવે છે તેમ જણાવ્યુ હતુ

સંસ્થાના જિલ્લા પ્રમુખ બાબુભાઈ પરમાર પ્રદેશ ઉપાધ્યક્ષ ધીરુભાઈ પરમાર, સોમભાઈ પરમાર, યોગેશ બુદ્ધ, કિરણભાઈ પરમાર, અગ્રણી એચ. એમ. પરમાર તથા ગુરુ વિશ્વ વિદ્યાપીઠ સાબરકાંઠા જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારો સાબરકાંઠા જિલ્લાના ગુરુભક્તો ખૂબ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores