ઉના તાલુકાના દેલવાડા ખાતે શ્યામ નગર માં આંગણવાડી મા જવા માટે ફરજિયાત ગારો કિચડ ઓળંગવા પડે છે
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર ખાતે સરકારી શ્રી દ્રારા આંગણવાડી ભવન ખુબ સારી રીતે બનાવવામાં આવેલ છે નજદીક મા આયુષ્માન આરોગ્ય મંદિર આવેલ છે ત્યાં સુધી પહોંચવા માટે સી.સી.રોડ પણ ઉપલબ્ધ છે પરંતુ હાલ આ રોડ ઉપર વરસાદી પાણી ના કારણે કાદર કિચડ ભરાયેલા હોય લોકો ને આંગણવાડી ભવન કે આયુષ્માન મંદિર સુધી પહોંચવા ફરજિયાત કાદવ કીચડ ઓળંગીને જવુ પડે છે સ્થાનિક રહીશો પણ આ કાદવ કીચડ થી ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ સ્થાનિક પંચાયત દ્રારા આ કાદવ કીચડ સાફ કરવા માટે કોઈ તસ્દી લીધી નથી કે વરસાદી પાણી નો કોઈ નિકાલ કરવા મા આવતો નથી જો આ કાદવ કીચડ અને વરસાદી પાણી નો નિકાલ નય થાય તો મેલેરિયા ડેન્ગ્યુ જેવા મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની શક્યતા છે
માટે હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક પંચાયત ની આંખો ઉઘડસે કે પછી રોગચાળો ફેલાય એવી રાહ જોવાઇ રહી છે બ્યુરો રિપોર્ટ….. રમેશભાઇ વંશ ઉના