વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના શાસનકાળમા મળેલ ફળશ્રુતી આજરોજ બાયડ ખાતે પ્રત્યક્ષ જોવા મળી.
ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 11 વર્ષના શાસનની સિદ્ધિઓ જ્યારે દરેક બુથમાં કાર્યકર્તાઓ લઈને જઈ રહ્યા છે ત્યારે હાલમાં ચાલી રહેલ વય વંદના યોજના અંતર્ગત કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને 70 વર્ષથી મોટી ઉંમરના વડીલોના આયુષ્યમાન કાર્ડ બનાવી રહ્યા છે તે અંતર્ગત બાયડ શહેર ભાજપ પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ કાર્યકર્તા ચિરાગસિંહ પરમાર જ્યારે
વિસ્તારમાં આ કાર્ડ બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે જઈ રહ્યા હતા ત્યારે વોર્ડ નંબર છ માં રહેતા કાળાભાઈ વિઠ્ઠલભાઈ વસાવા ના ઘરે મુલાકાત થઈ તો જાણવા મળ્યું એમના પગમાં ઢીંચણે બહુ મોટી વિજાથી તેઓ પીડાઈ રહ્યા હતા. આ જોતા જ ચિરાગભાઈ તથા કાર્યકર્તાઓએ તાત્કાલિક ધોરણે તેમને આયુષ્યમાન કાર્ડ બનાવી જિલ્લામાંથી એપ્રુવલ મેળવી તાત્કાલિક આજરોજ વાત્રક ખાતે આવેલ હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા અને ચિરાગસિંહ તથા શૈવિલભાઈએ સાથે રહી નિષ્ણાંત ચિકિત્સક દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું.આ પરિવાર મજૂરી કરી જીવન ગુજારી રહ્યું છે તેમની પાસે ઓપરેશનના પૈસા નથી ત્યારે આયુષ્યમાન યોજના તેમના માટે વરદાન સાબિત થઈ છે
આજે જ્યારે ઓપરેશન થયા પછી કાળાભાઈ વસાવા પીડા થી જે મુક્તિ મળી તેનાથી ખુબ ખુશ જોવા મળ્યા હતા અને તેમનો પરિવાર પણ તેનાથી ખુશ જોવા મળ્યો હતો. સરકાર તરફથી સમયસર નિશુલ્ક સહાય મળવાથી તેમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.







