વડાલી તાલુકાના ધામડી ખાતે વિસ્તરણ ફોરેસ્ટ રેન્જ વડાલી માં નોકરી કરતા બાબુભાઈ ઠાકોર નો વિદાય સમારંભ યોજાયો
વડાલી તાલુકાના મોરડ ગામના રહેવાસી ઠાકોર બાબુભાઈ માધાભાઈ વડાલી વિસ્તરણ ફોરેસ્ટ રેન્જમાં તેમની નોકરીના ૩૩ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી નિવૃત થતા ધામડી અન્નક્ષેત્ર ખાતે તેમનો નીવૃતિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો
આ પ્રસંગે ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, રવિન્દ્રભાઈ બારોટ તેમના વિભાગના અધિકારીઓ, સરકારી કર્મચારી, સહકારી આગેવાન, ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેમને ફૂલહાર, મોમેન્ટો અને સન્માનપત્ર આપી તેમનું શેષ જીવન સુખ-શાંતિ અને પ્રભુ ભકિતમાં પસાર થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891