>
Saturday, July 12, 2025

ગઈકાલે દેશવ્યાપી ભારત બંધનું એલાન હતું ત્યારે પડતર પ્રશ્નોની માંગ સાથે સરકાર વિરુદ્ધ અરવલ્લી જિલ્લા આંગણવાડી, આશા, ફેશીલેટર કર્મીઓની ભવ્ય રેલી યોજાઈ.

ગઈકાલે દેશવ્યાપી ભારત બંધનું એલાન હતું ત્યારે પડતર પ્રશ્નોની માંગ સાથે સરકાર વિરુદ્ધ અરવલ્લી જિલ્લા આંગણવાડી, આશા, ફેશીલેટર કર્મીઓની ભવ્ય રેલી યોજાઈ.ભારત બંધના એલાન બાદ મોડાસામાં ગઈકાલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આશાવર્કરો સહિત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા કર્મચારીઓ જોડાયા હતાં.10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રમિક અને ખેડૂત સંગઠનો પણ સામેલ કરવામાં આવ્યા અને આ હડતાળમાં બેંકિંગ, પોસ્ટલ સેવાઓ, ખાણકામ, બાંધકામ, અને પરિવહન જેવા સરકારી ક્ષેત્રોના 25 કરોડથી વધુ કર્મચારીઓ જોડાયા હતાં. આ બંધનો હેતુ સરકારની શ્રમિક-વિરોધી, ખેડૂત-વિરોધી, અને કોર્પોરેટ-સમર્થક નીતિઓ સામે વિરોધ નોંધાવવાનો છે, જેનાથી શ્રમિકોના અધિકારો નબળા પડે છે અને નોકરીની સ્થિતિ બગડે છે.

 

વિવેક ચૌહાણ

મોડાસા/અરવલ્લી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores