>
Friday, October 24, 2025

રાજુલામાં ખાનગી ટ્રાવેલ્સ બસોના પ્રવેશથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ…..

રાજુલામાં ખાનગી ટ્રાવેલ્સ બસોના પ્રવેશથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઇ…..

 

જીલ્લા કલેકટરનું ભારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ જાહેરનામું હોવા છતાંપણ ખાનગી બસ ચાલકોની મનમાની,

 

બોક્સ:-સરકારના નિયમનું ઉલાળયો કરતું રાજુલા ખાનગી ટ્રાવેલ્સ બસ એસોસિયેશન અને તંત્ર ઘોર નિદ્રામાં,

તંત્ર ભારે વાહન પ્રવેશ પર ક્યારે કાર્યવાહી કરશે તેવો સવાલ ઉઠ્યો,

 

 

રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાનગી ટ્રાવેલ્સ બસોના પ્રવેશથી ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. અને શહેરમાં બપોર સમયે મુંબઈ જતી બસો તેમજ સમી સાંજથી અમદાવાદ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં જતી ખાનગી બસોની અવરજવર સતત રહેતી હોય છે જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાવાને કારણે ક્યાંકને ક્યાંક શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. સાથોસાથ અકસ્માતનો પણ ભય વર્તાય રહ્યો છે. ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર દ્વારા ટ્રાફિકની સમસ્યા સર્જાવાને કારણે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. અને શહેરમાં ભારે વાહનો પ્રવેશ પર પ્રતિબંધ આપવામાં આવ્યો હતો. કલેકટરનું જાહેરનામું હોવા છતાંપણ ખાનગી ટ્રાવેલ્સ એસોસિયેશન સરકારના નિયમનો અમલ કરવામાં આવતો નથી. અને પોતાની મનમાની થી શહેરમાં બસો પ્રવેશ કરી પસાર થઇ રહી છે. શું ખાનગી ટ્રાવેલ્સ બસના એસોસિયેશન દ્વારા સરકારના નિયમનું પાલન કરવામાં કેમ નથી આવતું? કોઇ રાજકીય પરિબળ હોવાથી ચાલી રહ્યું છે ખરા? શું ખાનગી બસોને સરકારના નિયમો લાગુ નથી પડતા કે શું? તંત્ર કાર્યવાહી કરશે ખરા કે પછી તેરી ભી ચુપ મેરી ચુપ સહિત વેઘક સવાલો ઉઠી રહ્યા છે. બીજીતરફ શહેરમાં ટ્રકો પણ પસાર થઈ રહ્યા છે. ત્યારે હવે રાજુલા શહેરમાં પસાર થતી ખાનગી બસો પર તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવે તે આવનારો સમય બતાવશે….

 

 

રીપોર્ટર: મુકેશ ડાભી અમરેલી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores