ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામ ના બંદર વિકાસ ના પ્રશ્નો ને લય ને ગુજરાત સરકાર ના મંત્રી ઓ ને રુબરુ મુલાકાત કરી રજુઆત
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામ ના સરપંચ શ્રી ભરતભાઇ કામલિયા દ્રારા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય તથા તાલુકા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ ભરતભાઇ રાઠોડ તથા સામાજિક કાર્યકર રમેશભાઇ વંશ ને સાથે રાખી ગાંધીનગર ખાતે સચિવાલય મા સૈયદ રાજપરા ગામ ની જનતા ના હિત મા રજુઆત કરવામાં આવી છે
ભરતભાઇ કામલિયા દ્રારા થયેલ રજુઆત મા માધ્યમિક શાળા ના બિલ્ડીંગ નુ કામ વહેલી તકે શરુ કરાવવા માટે ખાસ રજુઆત કરી હતી જ્યારે નવા બંદર વિકાસ ના કામો મા જે જમીન જંગલ ખાતા ની આવે છે એના માટે વન મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાથે સવિશેષ ચર્ચા કરવા મા આવી હતી તેમજ માછીમાર ભાઇઓ ને કેસીસી મુજબ 2 લાખ ને બદલે 5 લાખ રૂપિયા નુ ધિરાણ વધારો થાય એવી માંગણી કરી હતી તથા હાલ મા પ્રાથમિક શાળા માં સેટઅપ મુજબ ઘટતા શિક્ષકોની જગ્યા ઓ પર નવા શિક્ષકો ની નિમણૂક કરવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી તેમજ બંદર વિસ્તારમાં બાકી રહેતા પ્રોટેક્શન વોલ માટે ની કામગીરી શરૂ કરવા માટે પણ રજૂઆત કરી હતી તથા ગામ મા હાલ જે ફિશરીઝ કચેરી નુ વડુ મથક જાફરાબાદ છે એને જિલ્લા કનવડ કરી અલગ થી રાજપરા માટે વ્યવસ્થા કરવામાં આવે એવી માગણી પણ કરવામાં આવી હતી
સૈયદ રાજપરા ના સરપંચ શ્રી ની રજૂઆત સંદર્ભ મા મંત્રી શ્રી ઓ દ્રારા હકારાત્મક પ્રતિભાવ આપવા મા આવેલ છે અને આગામી દિવસોમાં આ માટે યોગ્ય કાર્યવાહી કરવા લાગતા વળગતા અધિકારીઓ ને સુચના આપવામાં આવી છે
બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના