>
Saturday, July 12, 2025

ઉના: મચ્છુન્દ્રી નદી પરના પુલ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

ઉના: મચ્છુન્દ્રી નદી પરના પુલ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

 

ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાય (IAS) દ્વારા ઉના શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુન્દ્રી નદી પરના નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના પુલ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પુલની જર્જરિત હાલત અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે.

પુલની જર્જરિત હાલત અને ભલામણો

G.U.D.M.-ગાંધીનગર દ્વારા રાઈટરા લિમિટેડ-બોમ્બે મારફત પુલની સ્ટેબિલિટી ચકાસણી કરાઈ હતી. ૨૨/૦૬/૨૦૨૫ ના અહેવાલમાં પુલ વર્ષો જૂનો હોવાથી જર્જરિત બન્યો હોવાનું અને ભારે વાહનોનો પ્રવેશ બંધ કરવાની ભલામણ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક, નેશનલ હાઈવે ઓથોરિટી અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી સહિતના સંબંધિત વિભાગોએ પણ આ પ્રતિબંધને ટેકો આપ્યો છે.પ્રતિબંધિત વાહનો અને વૈકલ્પિક માર્ગ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) અને કલમ-૩૩(૬) હેઠળ મળેલ સત્તાની રૂઈએ નીચે મુજબના વાહનોના પુલ પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકાયો છે:મેક્સી કેબથી ઉપરના તમામ વાહનો (૧૨ પેસેન્જરની ક્ષમતાથી ઉપરના) MGV મિડિયમ ગુડ્ઝ વાહનો અને તેની ઉપરના તમામ વાહનો (૭૫૦૦ કિ.ગ્રા.થી વધુ વજન ધરાવતા, જેમાં HGV નો સમાવેશ થાય છે).

તમામ શાળાકીય વાહનો કે જેમાં વિદ્યાર્થીઓનું પરિવહન થતું હોય.વૈકલ્પિક રૂટ તરીકે ઉના-ભાવનગર રોડ પર રોકડિયા હનુમાન મંદિરથી જુના ચાંચકવડ રોડ, કંસારી ચોકડી, બાયપાસ થઈ તપોવન બ્રિજથી ઉના શહેરમાં પ્રવેશી શકાશે. આ નિર્ણય ઉના શહેરના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores