ખેડબ્રહ્મા શહેર 108 ની સરાહનીય કામગીરી સામે આવી
ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામના જશીબેન સવજીભાઈ ડાભી ઉંમર 26 વર્ષ કે જેઓને તારીખ 11/ 7/ 2025 ના રોજ રાત્રે પ્રસ્તુતાની પીડા ઉપાડતા 108 માં ફોન કર્યો હતો તે દરમિયાન ખેડબ્રહ્મા 108 ના ફરજ પરના ઇએમટી રાકેશ પ્રજાપતિ અને પાયલોટ પ્રવીણભાઈ પરમાર પઢારા ગામ પહોંચી ગયા હતા જ્યાં દર્દી જશીબેન સવજીભાઈ ને એમ્બ્યુલન્સમાં લીધા બાદ પ્રસુતાનો વધારે પડતો દુખાવો ઉપડતા ઇએમટી રાકેશભાઈ પ્રજાપતિએ પાયલોટ પ્રવીણભાઈ પરમાર ની મદદથી ઈ આર સી પી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી હતી ત્યારબાદ તંદુરસ્ત બેબી નો જન્મ થયો હતો તેમ જ માતા પણ સ્વસ્થ હતા પ્રસુતિ કરાવ્યા પછી તરત જ માતા અને બાળક બંનેને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સફળ પ્રસુતિ કરવા બદલ જશીબેન સવજીભાઈ ડાભીના પરિવાર દ્વારા 108 ના ઇએમટી રાકેશભાઈ પ્રજાપતિ અને પાયલોટ પ્રવીણભાઈ પરમારનો આભાર માન્યો હતો
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891