માછીમાર પરિવારો ની વહારે ન્યૂઝ ઓફ વડાલી એક ભારત ન્યૂઝ
ઉના તાલુકાના દાંડી ગામે આજરોજ દાંડી ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી કાળુભાઇ મજીઠીયા તથા તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ અને સૈયદ રાજપરા ગામ ના સરપંચ ભરતભાઇ કામલિયા તથા ન્યૂઝ ઓફ વડલી ના પ્રેસ રિપોર્ટર રમેશભાઇ વંશ ની આગેવાની મા એક મિટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગ મા ગિર સોમનાથ જિલ્લા સહિત ગુજરાત ના અન્ય જીલ્લાઓ ના માછીમારો જે હાલ પાકિસ્તાન જેલ મા કેદ છે એ બાબતે ચર્ચા કરવા મા આવી હતી
પોરબંદર વેરાવળ અને અન્ય બંદરો પર માછીમારી દરમિયાન પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્રારા ભારતીય માછીમારોને દરિયા માંથી કેદ કરી હાલ પાકિસ્તાન જેલ હવાલે કરેલ છે આવા માછીમાર ભાઇઓ ને છોડાવવા માટે સરકાર મા રજુઆત કરવા માટે ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે સાથે આવા માછીમાર પરિવારો ને પડતી મુશ્કેલી ઓ માટે પણ સરકાર ને અવગત કરવા માટે ચર્ચા કરવા આવી હતી આગામી દિવસોમાં પાકિસ્તાન મરીન સિકયુરિટી એજન્સી એ ભારતીય માછીમારોને બંદિવાન બનાવી જેલ હવાલે કર્યા હોય ત્યાં તેઓ ની દયનીય સ્થિતિ હોય એ બાબતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ની મુલાકાત માગી રજુઆત કરવામાં જવાની અને જરૂર પડે તો દિલ્હી ખાતે પણ રજૂઆત કરવા જવા ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે ઉના તાલુકાના દાંડી ગામે મિટિંગ મા ઉના તાલુકાના કોબ ખાણ ખત્રિવાડા પાલડી વગેરે ગામો ના પકડાયેલા માછીમાર પરિવાર ના સભ્યો હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં આ માછીમાર ભાઇઓ ને છોડાવવા માટે સરકાર મા રજુઆત કરવા ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ… રમેશભાઇ વંશ ઉના