>
Tuesday, July 15, 2025

ઉના તાલુકા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ એ સરકાર પાસે માધ્યમિક શાળા માટે કરી માગણી 

ઉના તાલુકા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ એ સરકાર પાસે માધ્યમિક શાળા માટે કરી માગણી

ઉના તાલુકા નુ માણેકપુર ગામ ઉના તાલુકા મથક થી 27 કિલોમીટર ના અંતરે આવેલ દુર છેવાડા નુ ગામ છે આ ગામમાં હાલ મા પ્રાથમિક શિક્ષણ સુધી ની સુવિધા ઉપલબ્ધ છે પરંતુ આગળ અભ્યાસ માટે કોઈ સુવિધા નથી આ કારણોસર બાળકો ને ગામ થી દુર સિમર ગામ અથવા સનખડા ગામ એક માત્ર વિકલ્પ છે પરંતુ આટલું દુર અભ્યાસ માટે જવા આવવા માટે કોઈ વાહન ની વ્યવસ્થા નથી આ કારણોસર ચાલી ને અથવા છકડો રીક્ષા માં જવુ પડે છે વચ્ચે ગાડા બાવળ ના જંગલો અને કાંટ આવેલ છે આવા કારણોસર આગળ અભ્યાસ માટે બાળકો અભ્યાસ છોડી ને મંજુરી કામ અથવા માછીમારી તરફ વળી જાય છે આથી તાલુકા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ શ્રી ભરતભાઇ રાઠોડ એ આજરોજ ગિર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી ને રુબરુ મુલાકાત કરી માણેકપુર ગામ ને સરકારી માધ્યમિક શાળા ફાળવણી કરવામાં આવે એવી માગણી સહ રજુઆત કરી હતી ભરતભાઇ રાઠોડ ની રુબરુ મુલાકાત દરમિયાન અધિક જિલ્લા કલેકટર શ્રી આલ સાહેબ દ્રારા તાત્કાલિક અસરથી શિક્ષણ વિભાગ ના અધિકારી શ્રી ને ટેલીફોનીક સુચના આપી સરકારી માધ્યમિક શાળા માટે ની દરખાસ્ત તૈયાર કરી ઉપલી કચેરીને મોકલવા હુકમ કર્યો હતો આમ ભરતભાઇ રાઠોડ ની રજૂઆત થકી આગામી દિવસોમાં માણેકપુર ગામ ને નવી સરકારી માધ્યમિક શાળા મળસે અને માણેકપુર ગામ ના બાળકો ને બહાર ગામ અભ્યાસ માટે ભટકવું નહીં પડે… બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores