ખેડબ્રહ્મા 108 ની સરાહનીય કામગીરી સામે આવી
ખેડબ્રહ્મા તાલુકાના નાના બાવળ ગામમાં ચંદ્રિકાબેન દિનેશભાઈ ડાભી ને પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતા 108 ને કોલ કરાયો હતો ત્યારે 108 ના ઇએમટી રાકેશ પ્રજાપતિ અને પાયલોટ પ્રવીણભાઈ પરમાર એ ખેડબ્રહ્મા તાલુકાના નાના બાવળ ગામે જલ્દી પહોંચીને ચંદ્રિકાબેન દિનેશભાઈ ડાભી ને પ્રસુતિની પીડા અસહ્ય હોવાથી ત્યાં સ્થળ પર જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી તે દરમિયાન ઈએમટી રાકેશ પ્રજાપતિ અને પાયલોટ પ્રવીણભાઈએ બંને સાથે મળીને ડિલિવરી કરાવતા ચંદ્રિકાબેને તંદુરસ્ત બાળકને જન્મ આપતા તેમને બંનેને નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર મટોડા ખાતે લઈ જઈને દાખલ કરવામાં આવ્યા હતા આમ ચંદ્રિકાબેન અને તેમના સંબંધીઓએ 108 ના ઇએમટી રાકેશ પ્રજાપતિ અને પાયલોટ પ્રવીણભાઈ પરમાર નો આભાર વ્યક્ત કર્યો હતો
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891