મેરવાડા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ: 60 વર્ષ જૂના પાલનપુર-અંબાજી માર્ગના બ્રિજ પર પોલીસે બેરિકેટ્સ મૂક્યા.
બનાસકાંઠામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે. પાલનપુર અને અંબાજીને જોડતા મેરવાડા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ બ્રિજ 60 વર્ષ જૂનો છે અને તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને સલામતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે બ્રિજના બંને છેડે બેરિકેટ્સ મૂકીને ભારે વાહનોની અવરજવર બંધ કરી દીધી છે. રિપોર્ટ પરબત દેસાઈ પાલનપુર