સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વે કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ.તુષારભાઇ ચોઘરી સાહેબની આગેવાનીમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી – અરુણભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ૩ મુદ્દાઓની માંગણીને લઇને પ્રેસ વાતાઁ કરી
સાબરકાંઠા એસ.પી.સાહેબને , કલેકટર સાહેબને અને ડેરીના એમ.ડીને મળી ત્રણ માગણી કરવામાં આવી
૧) સાબરકાંઠાના પશુપાલકો તત્કાલ અસરથી ભાવ ફેર આપવામાં આવે.
૨) આંદોલનમાં શહીદ થયેલ ઇડરના સ્વ.અશોકભાઈ પટેલના પરિવારને વળતર ચુકવવામા આવે.
૩) નિર્દોષ પશુપાલકોની ધરપકડ કરેલ છે. અને પૂવઁ ઘારાસભ્ય – ડિરેક્ટર જશુભાઇ પટેલને ખોટા કેસ કરીને ફસાવામાં આવ્યા છે તે પરત લેવામાં આવે.
જેમા પૂર્વ પ્રમુખ અશોકભાઇ પટેલ – કમલેન્દ્સિહ પુવાર ,એસ.ટી.સેલ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રભાઇ પારઘી, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, મહામંત્રી નઇમબેગ મિર્ઝા,ગજેન્દ્રસિંહ રહેવર, ઇમરાનભાઇ મલેક, રાજેન્દ્રસિંહ કુમ્પાવત, પૂર્વ ઉમેદવાર બેચરસિંહ રાઠોડ, વિપક્ષનેતા પ્રભાતસિહ, મહામંત્રી પ્રિયવદન પટેલ , હિમતસિહ , મુકેશભાઇ પરમાર,કુમારભાટ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891