>
Friday, July 18, 2025

કિસાન સંઘ અને મજૂર અધિકાર સંગઠન ની સંયુક્ત બેઠક યોજાઈ 

કિસાન સંઘ અને મજૂર અધિકાર સંગઠન ની સંયુક્ત બેઠક યોજાઈ

 

તારીખ 17/ 7/ 2025 ભારતીય કિસાન સંઘ અને મજૂર અધિકાર સંગઠનની સંયુક્ત બેઠકનું વિશેષ આયોજન કરવામાં આવ્યું

જેમાં મોટાભાગની ખેતીમાં જઈ રહેલા ભાગીયા મજૂર અને ખેડૂત વચ્ચે ઉત્પન્ન થઈ રહેલ સમસ્યા અને ભારતીય કિસાન સંઘમાં રાજ્યસ્તર બોર્ડમાં પ્રમોશન મળેલ ખેડૂત ભાઈઓને હાર્દિક અભિનંદન પાઠવવાના ઉપદેશથી બેઠક યોજાઇ હતી જેમાં કિસાન સંઘ તરફથી પ્રદેશ ઉપપ્રમુખ શામળ દાદા પ્રદેશ કારોબારી સભ્ય અમૃતભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ ઈશ્વરભાઈ વડાલી તાલુકાના ચીમનભાઈ ખેડબ્રહ્મા તાલુકાના પ્રમુખ જશુભાઈ પટેલ સાથે અન્ય પદ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મજૂર અધિકાર સંગઠન તરફથી પ્રમુખ તેમાભાઈ ચંદુભાઈ સોહનભાઈ ચેતનભાઇ અને અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌ પ્રથમ કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ અને અમૃતભાઈ દ્વારા ખેતીની અંદર આવી રહેલ ભાગીયાપરિવારો તરફથી પડી રહેલ મુશ્કેલીઓ જેમ કે ભાગીયા શ્રમિકો એડવાન્સ લઈને જતા રહેવું ખેડૂતની રૂમ પર મજૂર દ્વારા આત્મહત્યા કરીને ખેડૂતને હેરાન કરવા જીપ ડ્રાઇવર દ્વારા બાળમજૂર પાસે કામ કરાવે છે તેથી ખેડૂત પર ખોટા કેસ થાય છે ભાગ્યા દ્વારા વ્યસન કરીને ખેડૂત સાથે ઝઘડા કરવા વગેરે સાથે જ ભાગીયાને રાખતા પહેલા સંગઠન દ્વારા મજૂર નોંધણી રજીસ્ટર બનાવવામાં આવી જેવા મુદ્દા ચર્ચા માટે સંગઠન સામે મૂકવામાં આવેલ હતા સાથે જ મજૂર અધિકાર સંગઠન વતી સોહનભાઈ અને તેમાં ભાઈ દ્વારા મજુર પક્ષની માંગણી પણ બેઠકમાં રાખવામાં આવી હતી જેમ કે ખેતીમાં ભાગ 5થી 10 ભાગ આપવામાં આવે છે વધારાના કામ જેમકે પશુની ગોબર ઉપાડવો ઘાસ કાપવું જેવા કામના અલગથી પૈસા આપવામાં આવે છે દરેક મજૂરનો ખેડૂત દ્વારા વીમો લેવામાં આવે પાકમાંથી નીકળતું હુસેલ પણ ભાગ આપવામાં આવે સાથે જ પાકમાં લાગી રહેલ વધારાના મજૂરીના પૈસા ભાગ પ્રમાણે કાપવામાં આવે વગેરે જેવી માંગો ચર્ચા માટે રાખેલ હતી તેમાં સંસ્થાન દ્વારા નિરવભાઈ અને સરફરાજજી દ્વારા બંને પક્ષ વચ્ચે વાતચીત થઈ રહે છે તે સારી વાત છે આવનારા સમયમાં ખેડૂત દ્વારા એડવાન્સ આપવાનું ઓછું કરવું જોઈએ તેથી લાખો રૂપિયા જે જતા રહે છે તે નહીં જાય સાથે હિસાબ કિતાબ ડાયરી બધા જ ખેડૂત અને શ્રમિક ભાઈઓએ નિભાવી જોઈએ બેઠકના અંતમાં કિસ્સા સંઘ અને સંગઠન વચ્ચે એક પેમ્પલેટ બનાવવામાં આવે જેમાં બંને પક્ષ વચ્ચે નક્કી થયેલ ચડતો પ્રમાણે ભાગ્યને રાખવું પડશે તે માટે તારીખ 29/ 8/ 2025 ના રોજ બેઠક કરવામાં આવશે તે પહેલા ખેડૂતોએ દરેક ગામમાં આજની બેઠકમાં થયેલ ચર્ચા કરવી આજની બેઠકમાં સામાજિક કાર્યકર અને સંગઠન દ્વારા અભિવાદન કરી બેઠકને પૂર્ણ જાહેર કરી હતી

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores