મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જીલ્લાના ખદાન પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચીંગના ગુન્હાના નાસતા ફરતા આરોપીને હિંમતનગર બી ડીવીઝન પોલીસે પકડી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં લુંટ તેમજ ચોરીઓના ગુન્હા અટકાવવા સારૂ તથા અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ આર.ટી.ઉદાવત તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.
તા.૧૬/૦૭/૨૦૨૫ ના રોજ અમો પોલીસ સ્ટાફના માણસો સાથે હિંમતનગર બી ડીવીજન પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન હિંમતનગર ન્યાય મંદીર પાસે આવતા અ.હેડ.કો વિક્રમસિંહ રુમાલસિંહ તથા આ.હેડ.કો હરપાલસિંહ જશવંતસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જીલ્લાના ખદાન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૦૫૪૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૪ મુજબના ગુન્હાના કામનો આરોપી રાકેશભાઇ ઉર્ફે ધનીયો પટણી રહે,સલાટવાસ પોલોગ્રાઉંડ,હિંમતનગરવાળો ધાણધા ફાટક પાસે રોડ ઉપર ઉભો છે જેને બદને સફેદ રંગનો આખી બાયનો ભાતવાળો શર્ટ તથા કમરે કથ્થાઈ રંગનુ પેન્ટ પહેરેલ છે. જે હકીકત આધારે પંચોના માણસો બોલાવી પંચોને સમજ કરી ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ જોવા મળતા તેને કોર્ડન કરી પકડી પાડેલ અને સદરીનું પંચો રુબરુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રાકેશભાઇ ઉર્ફે ધનીયો રાજુભાઇ પટણી ઉવ.૨૩ રહે,સલાટવાસ પોલોગ્રાઉંડ,હિંમતનગર જી.સાબરકાંઠા નાનો હોવાનુ જણાવતો હોય સદરીની ગુન્હા બાબતે યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા પોતે સદર ગુન્હાની કબુલાત કરતો હોય જેથી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.આમ મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જીલ્લાના ખદાન પોલીસ સ્ટેશનના ચેઇન સ્નેચીંગના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891