ઈડરના ચાંડપ વાલાપુર રોડ પર માર્ગ મરામતની કામગીરી કરાઈ
ચોમાસાના કારણે બિસ્માર થયેલા માર્ગોને યુદ્ધના ધોરણે મરામત કરવાના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ઈડરના ચાંડપ વાલાપુર રોડ પર વરસાદના કારણે રસ્તામાં પડેલ ખાડાની મરામત કરવામાં આવી છે. માર્ગો પર વાહન વ્યવહાર ખોરંભાય નહીં અને માર્ગ તેમજ વાહન વ્યવહાર માટે સાનુકૂળ સ્થિતિ જળવાઈ રહે તે માટે બનતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જિલ્લામાં જ્યાં જ્યાં ખાડાઓ પડવાની સમસ્યા સર્જાઈ છે ત્યાં માર્ગ મરામત અભિયાન અન્વયે સમારકામ કામગીરી બનતી ત્વરાએ થાય તે માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા