ઉના તાલુકાના માણેકપુર ગામ મા વરસાદી પાણી થી જનતા પરેશાન તો પંચાયત ની ઘોર બેદરકારી
સૈયદ રાજપરા તાલુકા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ ભરતભાઇ રાઠોડ એ કરી મુલાકાત
ઉના તાલુકાના માણેકપુર ગામ મા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાતા લોકો પારાવાર હાલાકી નો સામનો કરી રહ્યા છે સ્થાનિક પંચાયત ની અણ આવડત નો ઉત્તમ નમૂનો છે વરસાદી પાણી ના નિકાલ ની કોઈ વ્યવસ્થા કરી નથી કે નથી કોઈ ગટર વ્યવસ્થા આ બાબતે તાલુકા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ ભરતભાઇ રાઠોડ એ માણેકપુર ગામ મા તમામ વિસ્તારોમાં મુલાકાત કરી લોકો ને પડતી હાલાકી નો તાગ મેળવ્યો હતો અને આ વરસાદી પાણી નો વહેલી તકે નિકાલ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરી છે સ્થાનિક પંચાયત પાસે નાણાપંચ ના અઢડક પૈસા હોય તેમ છતાં સ્થાનિક પંચાયત ના વડા સરપંચ દ્રારા આ ગામમાં કોઈ પણ વિકાસ કામો કરવા મા આવતા નથી અને આ નાણાપંચ ના નાણા વપરાયા વગર પડીયા છે અને કેટલાક નાણાં તો સરકાર મા પરત જમા થવા ને આરે છે ગ્રામ જનો ના પરસેવા ના નાણા સરકાર નાણાપંચ ના માધ્યમ થી પંચાયત ને લોક ઉપયોગી કામો કરવા માટે ફાળવવામાં આવે છે પરંતુ સ્થાનિક સરપંચ દ્રારા આ નાણાં નો ઉપયોગ કરવા ને બદલે પિવા નુ પાણી નથી મળતું એવા ડિંડક કરી
લોકો ને ગેર માર્ગે દોરે છે પંચાયત પાસે અઢળક નાણાં છે છતાં સરપંચ દ્રારા વિકાસ માટે ના કોઇ કામ નથી કરવા મા આવતા એવી રજૂઆત સ્થાનિક ગ્રામજનોએ તાલુકા પંચાયત સદસ્ય ના પ્રતિનિધિ ને કરી હતી આ વરસાદી પાણી ભરાઇ જતા ગામ માં મચ્છર જન્ય રોગચાળો ફાટી નિકળવા ની પુરી સંભાવના છે હાલ તો જોવા નુ એ રહ્યું કે સ્થાનિક પંચાયત દ્રારા આ વરસાદી પાણી ના નિકાલ માટે ગટર વ્યવસ્થા કરવામાં આવશે કે પછી લોકો ને બિમારી નો ભોગ બનવા ની રાહ જોવે છે. બ્યુરો રિપોર્ટ …….. રમેશભાઇ વંશ ઉના