સજા વોરંટના બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગાભોઇ પોલીસ
પોલીસ મહાનીરીક્ષક શ્રી વિરેંન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા હિંમતનગર નાઓએ “સજા વોરંટના નાસતા ફરતા આરોપીઓ “પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી.એ.કે.પટેલ સાહેબ હિંમતનગર વિભાગ,હિંમતનગર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સજા વોરંટના નાસતા ફરતા આરોપીઓ પકડવા સારુ જે.એમ.રબારી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ગાંભોઇ પોલીસ સ્ટેશન નાઓએ ગાંભોઇ પોલીસ સ્ટ્રેશનના તમામ માણસોને પોતાના અંગત બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી સજા વોરંટના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સમજ કરેલ જે અન્વયે આજરોજ એ.એસ.આઇ કાળુભાઈ દેવાભાઈ બ.ન-૯૪૫ તથા અ.પો.કો સંજયકુમાર ગોપાલભાઈ બ.નં-૭૫૧ એ રીતેના પો. સ્ટ્રે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમ્યાન સાથેના અ.પો.કો સંજયકુમાર ગોપાલભાઈ બ.ન-૭૫૧ નાઓને બાતમી હકીકત મળેલ કે નામદાર બીજા.એડી. ચીફ.જયુડી.મેજી.સા.ની કોર્ટ હિંમતનગર નાઓના ફોજદારી કેસ નંબર-૬૪૫૬/૨૦૨૪ મુજબના સજા વોરંટના આરોપી અનિલસિંહ શંકરસિંહ ચૌહાણ રહે.નીચલુ ફળીયુ, વાસણા પો.જાંબુડી તા. હિંમતનગર જી. સાબરકાંઠા નાઓ સજાવોરંટની બજવણીથી બચવા છેલ્લા બે માસથી નાસતા ફરે છે જેઓ હાલમાં પોતાના ઘરે હોવાની બાતમી હકીકત મળતા જે આધારે સદરી આરોપીના ઘરે જઈ તપાસ કરતાં એક ઈસમ હાજર મળી આવેલ જેની પુછપરછ કરતાં પોતે પોતાનુ નામ અનિલસિંહ શંકરસિંહ ચૌહાણ રહે. નીચલુ ફળીયુ,વાસણા પો.જાંબુડી તા. હિંમતનગર જી.સાબરકાંઠા નાઓ હોવાનુ જણાવતા હોય જેથી સદરહુ આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ નામદાર બીજા.એડી. ચીફ.જ્યુડી.મેજી.સા.ની કોર્ટ હિંમતનગર નાઓના ફોજદારી કેસ નંબર-૬૪૫૬/૨૦૨૪ મુજબના સજા વોરંટના છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં ગાંભોઇ પોલીસને સફળતા મળેલ છે.અહેવાલ = એક ભારત ન્યૂઝ