અરવલ્લીના મોડાસા ખાતે દેવરાજધામ નજીકથી પસાર થતા શામળાજી-હાલોલ હાઈવે રોડનું ખાડા પુરવાનું સમારકામ શરૂ કરાયું
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દેવરાજધામ નજીકથી પસાર થતા મુખ્ય શામળાજી-હાલોલ હાઈવેનું સમારકામ રોડ એન્ડ બિલ્ડીંગ (આર એન્ડ બી) વિભાગ, અરવલ્લી દ્વારા ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે.
દેવરાજધામથી પસાર થતો આ માર્ગ સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો અને વેપારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જે મોડાસાને આસપાસના ગામડાઓ અને શામળાજી-હાલોલ હાઈવે સાથે જોડે છે. આ માર્ગની હાલની સ્થિતિને કારણે વાહનચાલકોને અસુવિધાનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ઉકેલવા ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગે સમારકામનું કામ શરૂ કર્યું છે.
અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તેમજ પંચાયત વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ રોડ સમારકામની કામગીરી ઝડપથી હાથ ધરાઈ છે. વરસાદને કારણે રસ્તાઓને થયેલા નુકસાનને ધ્યાને લઈ, આ વિભાગો દ્વારા ગુણવત્તાયુક્ત સમારકામ શરૂ કરાયું છે. આ કામગીરીથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને સરળ અને સલામત પરિવહનનો લાભ મળશે. ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તસવીર અહેવાલ.. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891