ઉના તાલુકાના માણેકપુર ગામ મા ભરાયેલા વરસાદી પાણી નો મામલો પહોંચ્યો તાલુકા પંચાયત પ્રમુખ ની ચેમ્બર માં
હાલ ચોમાસું હોય હજુ વરસાદ અનરાધાર નથી વરસતો ત્યાં જ ઉના તાલુકાના માણેકપુર ગામ મા એકલ દોકલ વરસાદે પાણી થી ભરી દિધુ અને ગ્રામજનો ને પારાવાર મુશ્કેલી માં મુકિ દિધા ગામ ની ગલીઓ શેરીઓ રોડ રસ્તા પર વરસાદી પાણી નો ભરાવો થયો છે મચ્છર જન્ય રોગચાળો ફેલાવાની શક્યતા છે એ માટે ઉના તાલુકા પંચાયત સદસ્ય શ્રી ના પ્રતિનિધિ ભરતભાઇ રાઠોડ આજરોજ ઉના ખાતે માણેકપુર ગામ ના યુવાનો વડીલો સાથે તાલુકા પ્રમુખશ્રી એભાભાઇ મકવાણા ને રજુઆત કરવા પહોંચ્યા હતા ભરતભાઇ રાઠોડ એ પોતાની રજૂઆત મા એવું જણાવ્યું હતું કે ગામ મા કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી જેમ કે રસ્તા પર કાદવ કીચડ ભરાયા છે શેરી ગલીઓમાં વરસાદી પાણી ભરાયા છે સ્થાનિક પંચાયત દ્રારા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તથા હાલ મા પંચાયત પાસે નાણાપંચ ની ગ્રાન્ટ અઢળક છે તેમ છતાં સરપંચ દ્રારા વિકાસ ના કોઈ કામો કરવા મા આવતા નથી અને લોકો ને પારાવાર હાલાકી ભોગવવી પડે છે ભરતભાઇ રાઠોડ ની રજૂઆત ને પગલે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી એભાભાઇ મકવાણા એ તાલુકા પંચાયત ના ગ્રામ વિકાસ વિભાગ મનરેગા વિભાગ ને જરૂરી સુચના ઓ આપી હતી સાથે સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને રુબરુ રજુઆત કરી હતી અને માણેકપુર ગામ ના સરપંચ શ્રી એ કયા કારણોસર વિકાસ કામો નથી કરતા એનો ખુલાસો માગવા જણાવ્યું હતું
હવે જોવાનું એ રહ્યું છે કે તાલુકા પંચાયત ના અધિકારી ઓ દ્રારા માણેકપુર ગામ ની સમસ્યા નો અંત કેટલા દિવસ માં લાવવા મા આવસે આ રજુઆત વખતે જગદીશ ભાઇ રાઠોડ એ ખાસ હાજરી આપી હતી અને આ સમસ્યાનો ઉકેલ વહેલી તકે આવે એવી માગણી કરી હતી
બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના