>
Wednesday, July 30, 2025

ગીરગઢડામાં રૂ. 6,93,800 નો વિદેશી દારૂ ઝડપાયો: એકની ધરપકડ, અનેક ફરાર

ગીરગઢડામાં રૂ. 6,93,800 નો વિદેશી દારૂ ઝડપાયો: એકની ધરપકડ, અનેક ફરાર

 

ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા એલસીબી બ્રાંચ અને ગીરગઢડા પોલીસે સંયુક્ત રીતે અલગ-અલગ સ્થળોએથી કુલ રૂ. 6,93,800 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક ફરાર થવામાં સફળ રહ્યા છે.પડાપાદર ગામેથી રૂ. 5.93,800 આ લાખનો દારૂ જપ્ત, એક ઝડપાયો જિલ્લા એલસીબી બ્રાંચના પીઆઈ અને સ્ટાફને મળેલી ગુપ્ત બાતમીના આધારે, પડાપાદર ગામે ઉદય ભાવુભાઈ દેવરાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન, વાડીમાં આવેલી એક બંધ ઓરડીમાંથી રૂ. 5,93,800 લાખની કિંમતનો 123 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ઉદયસિંહ ઉર્ફે વાળા ભાવુભાઈ સામતભાઈ દવેરા (ઉ.વ. 24, ખેતીકામ, રહે. આથમણા પડા (પડા પાદર), વાડી વિસ્તાર, તા. ગીરગઢડા) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 5,93,800/- ની કિંમતની 5904 નંગ રોયલ બ્લુ માલ્ટ વ્હિસ્કીની 180 ML પ્લાસ્ટિક બોટલો અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 3,000/-) નો સમાવેશ થાય છે.પડાપાદર ગામની સીમમાંથી રૂ. 1,00,400 લાખનો દારૂ મળ્યો, આરોપી ફરાર બીજી તરફ, ગીરગઢડા તાલુકા પોલીસના ડી સ્ટાફે PI યુ.બી રાવલ અને PSI વી.એન. મોરવાડીયાના નેતૃત્વમાં પડાપાદર ગામની સીમમાં રાહુલ ભીમા ગોહિલની જમીન પર દરોડો પાડ્યો હતો. ત્યાંથી રૂ. 1,00,400/- ની કિંમતની 1004 નંગ 180 ML પ્લાસ્ટિક બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં આરોપી રાહુલસિંહ ભીમભાઈ ગોહિલ હીરાઘસુ, રહે. આથમણા પડા (પડા પાદર), તા. ગીરગઢડા) ફરાર થઈ ગયો હતો. પોલીસે રાહુલ ગોહિલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસની તપાસ ચાલુ: મુખ્ય સૂત્રધારની શોધખોળ ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બેડીયા ગામમાંથી રૂ. 41 લાખનો વિદેશી દારૂ પકડ્યા બાદ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. હાલમાં, પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કોણ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ દરોડાઓ દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ કેસમાં અન્ય ફરાર આરોપીઓમાં પ્રફુલભાઈ સાદુળભાઈ ગોહિલ (રહે. ઉમેજ, તા. ઉના), ભાવેશ રમેશ કામળીયા (રહે. સૈયદ રાજપરા, તા. ઉના), ઉમેશ અરજણભાઈ બાલશ (રહે. જેપુર, તા. તાલાળા), અને મેહુલ મનહરભાઈ પટેલ (રહે. સુરત, આડમોર, 30, નિશાળ ફળીયું) નો સમાવેશ થાય છે, જેમને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores