જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા દાંતનુ ચેકઅપ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
આજરોજ મહાવીરનગરની એરોમા પ્રાયમરી સ્કૂલમાં બાળકોને વૃક્ષારોપણ માટે 100 રોપા આપવામાં આવ્યા. જે યોગ્ય જગ્યાએ વાવીને ઉછેરી શકશે. શુભ ડેન્ટલ ક્લિનિક હિંમતનગરના ડો.ખુશ્બુ શાહ એ હાજર રહી બાળકોને દાંતનું ચેકઅપ કરી આપ્યું. ગ્રુપ દ્વારા ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું. બાળકોને ડેન્ટલ કીટ અને એજ્યુકેશન કીટ આપી. પ્રિ.પાયલબેન ભટ્ટ દ્વારા સારો સાથ સહકાર મળ્યો. દાતા તરીકે હેમંતકુમાર સોની એ ફાળો આપ્યો. આજના કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી, સહમંત્રી ઈલાબેન રાવલ, રેખાબેન, હીનાબેન, દક્ષાબેન, રોશનીબેન તથા અન્ય બહેનો હાજર રહ્યા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891