લીલીયા મોટા એસ.બી.આઈ બેન્ક નો વહીવટ કથળ્યો ગ્રાહકોમાં ભારે રોષ
લીલીયા શહેરમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા શાખા નો પાછલા કેટલા દિવસોથી વહીવટ કથળ્યો હોવાના કારણે મોટાભાગના ગ્રાહકો માં નારાજગી/કચવાટ જોવા મળી રહ્યો છે વર્તમાન સમયમાં બેન્ક સ્ટાફ કર્મચારીઓ બિન ગુજરાતી હોવાથી સ્થાનિક ગ્રાહકો અને તેમાં ખાસ સિનિયર સિટીઝનો ને ભાષાકીય મુશ્કેલી પડી રહી છે તેવા સમયે એ.ટી.એમ મશીન પણ કોઈ કારણોસર પાછલા કેટલા દિવસોથી બંધ હોવાથી ગ્રાહક ને પોતા ના પર આવેલ આફત,મુસીબત કે દવાખાના ના અઠવા તો વ્યવહારિક કામ માટે પૈસાની લેવડદેવડ કરનાર ગ્રાહકોની મુશ્કેલીમાં વધારો થવા પામેલ છે તેવા સમયે ઉચ્ચકક્ષાએથી ઘટતું કરવા માં આવે તેવી લોક માગણી ઉઠવા પામી છે
અહેવાલ મુકેશ ડાભી અમરેલી