ગિર ગઢડા ના ધોકડવા ગામ ના પુલ બંધ કરાતા લોકો ને પડતી હાલાકી નિવારવા માટે માજી ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ ની મુખ્યમંત્રી ને રજુઆત
તાજેતરમાં વડોદરા ખાતે થયેલી ગંભીરા પુલ દુર્ઘટનાને પગલે ગિર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એ જાહેરનામું પ્રસિધ્ધ કરી કેટલાક પુલો પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે ઉના ના પુર્વ ધારાસભ્ય શ્રી પુંજાભાઇ વંશ એ રાજ્ય ના મુખ્ય મંત્રી તથા લગત અધિકારી શ્રી ઓને રજુઆત કરતો પત્ર લખ્યો છે શ્રી પુંજાભાઇ વંશ એ એવી રજૂઆત કરી છે કે ગિર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ના રાવલ નદી પર નો પુલ બંધ કરાતા લોકો ને 100 કીલોમીટર લાંબી મુસાફરી ફરજિયાત કરવી પડે છે અને સમય સાથે નાણાં નો પણ વ્યય થાય છે સાથે સાથે પુલ બંધ કરતા પહેલા ટેકનિકલ ચકાસણી થવી જોઈએ અને જરૂર પડે તાત્કાલિક અસરથી મરામત પણ કરવામાં આવે તેમજ પુલ બંધ કરતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ વળી આ પુલ પરથી અમદાવાદ રાજકોટ ભાવનગર અમરેલી જતા આવતા સુલભ રોડ હોય જેથી કરીને તાત્કાલિક અસરથી ટેકનિકલ તપાસ કરાવી જરૂર જણાય તો મરામત કરાવી આ ધોકડવા ગામ નો પુલ ખુલો કરાવવા માગણી કરી છે
બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના