>
Wednesday, August 27, 2025

ઉના તાલુકાના ગરાળ ગામે ચુંટણી માં વિજેતા જાહેર થયેલ સરપંચ સભ્યો ની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ 

ઉના તાલુકાના ગરાળ ગામે ચુંટણી માં વિજેતા જાહેર થયેલ સરપંચ સભ્યો ની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ

તાજેતરમાં ગુજરાત માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તથા પેટા ચૂંટણી યોજાઇ ગય હતી જેમાં ગિર સોમનાથ જિલ્લા ના ઉના તાલુકા ના ગરાળ ગામે પણ પંચાયત ની સામાન્ય ચુંટણી યોજાઈ હતી આ ચુંટણીમાં વિજેતા થયેલા સરપંચ શ્રીમતી ભાવનાબેન સોલંકી તથા પંચાયત સદસ્ય શ્રી ઓ ની મુલાકાત માટે ઉના મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ગરાળ ગામે પહોંચ્યા હતા સરપંચ તથા સભ્યો સાથે ગ્રામજનો સાથે ગામ ના વિકાસ માટે કામો બાબતે ચર્ચા કરી હતી અને આગામી દિવસોમાં ગરાળ ગામ ના વિકાસ માટે ધારાસભ્ય તરીકે તમામ રીતે તત્પર છુ તથા ગામ ના દરેક લોકો ના કામો માટે મારુ કાર્યાલય ખુલ્લું છે ગમે ત્યારે કોઈ પણ નાગરિક ને આવવા આહવાન કર્યું હતું તથા ગરાળ ગામ ની ખુટતી સુવિધા માટે પણ સરકાર મા રજુઆત કરવામાં આવસે એવી હૈયાધારણ આપી હતી

આમ કાળુભાઇ રાઠોડ ની ગરાળ ગામ ની મુલાકાત નાગરિકો માટે ખરેખર એક વિકાસ ના દ્રારા ખુલ્લા મુકવા સમાન હતી બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores