ઉના ના દેલવાડા ગામે શ્યામ નગર બનિયુ ખાડા નગર
ઉના તાલુકાના દેલવાડા ગામે શ્યામ નગર એક સ્લમ એરિયા છે સરકાર ની ઇંદિરા આવાસ યોજના હેઠળ ના રહેણાકીય મકાનો આવેલ છે આ વિસ્તારમાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ સિમેન્ટ રોડ બનાવવા મા આવેલ છે પરંતુ આ રોડ પ્લાન્ટ એસ્ટિમેન્ટ મુજબ બનીયા નથી આથી થોડોક સમય મા જ ખાડા પડી ગયા છે આ કારણોસર રસ્તા ઓ ચાલવા લાયક રહ્યા ની ઠેર ઠેર ખાડા પડી ગયા હોય જે કારણોસર વરસાદી પાણી નો ભરાવો થયો છે આ કારણોસર ભરાયેલા વરસાદી પાણી ના ખાડા ઓ મચ્છર ઉત્પન્ન કેન્દ્ર બનાયા છે આ વરસાદી પાણી નો પંચાયત દ્રારા નિકાલ કરવા માટે સ્થાનિક રહીશો એ અનેક વખત દેલવાડા પંચાયત સતાધીશો ને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર ના પેટ નુ પાણી હલતું નથી આ ખાડાઓ ને કારણે કાદવ કીચડ પણ થાય છે અને લોકો ને પગપાળા ચાલીને કે બાઇક ચલાવવુ પણ મુશ્કેલ બન્યું છે હવે તો આ ખાડાઓ બુરવા મા આવે એવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના