વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કારગિલ વિજય દિવસ ઉજવાયો.
ઇ.સ.1999 માં “કારગિલ યુદ્ધ” માં વિજય મેળવ્યા બાદ તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઈ દ્વારા 26 જુલાઈ ને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.
આ દિવસે શહીદ ભારતીય સૈનિકોના બલિદાન ને માન આપવાનો દિવસ છે
કારગિલ વિજય દિવસની વર્ષગાંઠ ની ઉજવણી નીમિતે શહિદ પરિવાર તેમજ નિવૃત્ત સૈનિકો નું સન્માન કાર્યક્રમ શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ વડાલી ખાતે શ્રી કનુભાઈ પટેલ જિલ્લા પ્રમુખ બી.જે.પી. ના અધ્યક્ષ સ્થાને યોજાયો. પૂર્વ અધ્યક્ષ શ્રી તખતસિંહ હડિયોલ તથા અમૃતભાઈ દેસાઈ તથા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા .સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા સંજયભાઈ દેસાઈ મહામંત્રી તથા રાજુભાઈ શાહે કર્યું હતું
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891