અમદાવાદમાં SOG એ દરોડો પાડીને 241 સિલિન્ડર સાથે બે આરોપીને પકડ્યા
અમદાવાદમાં 1,000 માં ઘરેલુ ગેસનો બાટલો ખરીદીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરીને ₹2,000 માં વેચવાનું કૌભાંડ પકડાયું
બહેરામપુરા નારોલ ના બે ગઠીયા એ સનાથલ પાસે છ મહિના પહેલા એક ગોડાઉન ભાડે રાખ્યું હતું
ઘરેલું ગેસ સિલિન્ડર માંથી ગેસ કાઢીને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરીને વેચવાનું કૌભાંડ પકડાયું SOG ની ટીમે સનાથલ ટોલનાકા પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડીને 241 ગેસ સિલિન્ડર સાથે બે આરોપીની ધરપકડ કરી હતી બંને આરોપી ઘરેલુ ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતા છોકરાઓ પાસેથી 1000 માં ગેસ સિલિન્ડર લઈને તેમાંથી ગેસ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ભરી દીધા હતા ત્યારબાદ હોટલ રેસ્ટોરન્ટ ખાણી પીણી બજારમાં ₹2,000 માં સિલિન્ડર વેચતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર SOG ના પી.આઈ.પી.વી દેસાઈએ બાતમીના આધારે સનાથલ ટોલનાકા પાસેના એક ગોડાઉનમાં દરોડો પાડયો હતો બરોડા દરમિયાન ત્યાંથી ઘરેલુ તેમજ કોમર્શિયલ મળીને 2.32 લાખના કુલ 241 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા આ સાથે પોલીસે ગોડાઉનમાં હાજર રાજેશ નટવરભાઈ પરમાર બહેરામપુરા અને હરજીભાઈ શંકરભાઈ પરમાર નારોલને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી ઇલેક્ટ્રીક મોટર પાઇપ સીલીંગ મશીન તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી
પોલીસે બંનેની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ઘરેલુ ગેસ સિલિન્ડર ડિલિવરી બોય પાસેથી રૂપિયા 1000 માં ખરીદી લેતા હતા ત્યારબાદ તેમાંથી ઈલેક્ટ્રીક મોટર અને પાઇપની મદદથી ગેસ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ટ્રાન્સફર કરી દેતા હતા ત્યારબાદ તે ગેસ સિલિન્ડરને સીલ મારીને રૂપિયા 2000માં લારીઓ ખાણીપીણી બજાર હોટલ રેસ્ટોરન્ટ વાળા ની વેચતા હતા આ ગોડાઉનમાં બંને છ મહિના પહેલા પાડી જ રાખ્યું હતું
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891