>
Wednesday, August 27, 2025

રાજપરા બંદર વિસ્તારમાં જુગાર રમતા 6 ઇસમો ઝડપાયા: ₹41,590 નો મુદામાલ કબજે

રાજપરા બંદર વિસ્તારમાં જુગાર રમતા 6 ઇસમો ઝડપાયા: ₹41,590 નો મુદામાલ કબજે

 

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સૈ. રાજપરા ગામે આવેલ બંદર વિસ્તારમાં જુગાર રમતા 6 ઇસમો વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જુનાગઢ રેન્જના આઈજીપી શ્રી નિલેશ જાજડીયા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા તથા ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી સાહેબના નિર્દેશો અનુસાર જિલ્લામા પ્રોહિ/જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સઘન કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

આ અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.કે. ઝાલાની આગેવાનીમાં નવાબંદર મરીન પોલીસના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સૈ. રાજપરા ગામના બંદર વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી.

રેઇડ દરમિયાન નીચેના 6 ઇસમો જુગાર રમતાં ઝડપાયા:

વિજયભાઈ ખોડુભાઈ રાઠોડ (ઉ.વ. 35)જેન્તીભાઈ જીલુભાઈ સોલંકી (ઉ.વ. 34)માધુભાઈ ભગાભાઈ મેર (ઉ.વ. 35)શેખરભાલ અરનણભાલ રાઠોડ (ઉ.વ. 33)મનુભાઈ ચીથરભાઈ મેર (ઉ.વ. 37)દિનેશભાઈ કિશનભાઈ બાંભણીયા (ઉ.વ. 33)બધા આરોપીઓના રહેઠાણ સાઇટે રાજપરા બંદર વિસ્તાર, તા. ઉના, જી. ગીર સોમનાથમાં છે અને તેઓ મચ્છીમારી ધંધા સાથે સંકળાયેલા છે.કબ્જે કરાયેલ મુદામાલ:રોકડ રકમ ₹41,590 જુગાર સાહિત્ય આ ઘટનાની મામલે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 હેઠળ ફરિયાદ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કાર્યમાં જોડાયેલા સ્ટાફ:ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ઝાલા પો.હેડ કોન્સ. પાંચાભાઈ પુંજાભાઈ બાંભણીયા મનુભાઈ લાખાભાઈ સોલંકી જીતેશકુમાર અરજણભાઈ દમણીયા પો.કોન્સ. સંદિપભાઈ વલ્ભભાઈ ઝણકાટ જશપાલભાઈ નોંધણભાઈ ડોડીયા વાજસુરભાઈ લુંભાભાઈ રામ નવાબંદર મરીન પોલીસે પ્રહિ/જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરીને કાયદાનો ભય ઉભો કર્યો છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores