>
Tuesday, August 26, 2025

ઇડર નગરના વોર્ડ નં. ૩, ૪ અને ૫ માં પાયાની સવલતો ના અભાવે રહેવાસીઓ ત્રાસી ઉઠ્યા: “જય ભીમ યુવા સંગઠન” દ્વારા ચીફ ઓફિસરને લેખિતમા રજૂઆત કરાઇ 

ઇડર નગરના વોર્ડ નં. ૩, ૪ અને ૫ માં પાયાની સવલતો ના અભાવે રહેવાસીઓ ત્રાસી ઉઠ્યા: “જય ભીમ યુવા સંગઠન” દ્વારા ચીફ ઓફિસરને લેખિતમા રજૂઆત કરાઇ

 

ઇડર નગરપાલિકા વિસ્તારમા પાયાની સવલતોની અસહ્ય અછત અંગે નગરના વોર્ડ નં. ૩, ૪ અને ૫ના રહીશો ત્રાસી ઉઠ્યા છે રહીશોનુ જીવનજરૂરી સુવિધાઓ પીવાનુ પાણી, ગટર વ્યવસ્થા, વીજળી અને સફાઈ જેવી અસામાન્ય જરૂરિયાતો હજુ પણ પૂરી થઇ શકી નથી આ મુદ્દે ‘જય ભીમ યુવા સંગઠન ઇડર’ દ્વારા ઇડર નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમા રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે

સંગઠન દ્વારા જણાવાયુ હતુ કે વોર્ડ નં. ૩, ૪ અને ૫ના અનેક વિસ્તારોમા છેલ્લા ઘણા સમયથી પીવાનુ પાણી સમયસર મળતુ નથી અનેકવાર પાણીની પાઈપલાઈનમા તકલીફ રહે છે પાણી ડહોળુ અને ફીણવાળુ આવે છે અને નાગરિકોને પાણી માટે ટેન્કરો પર આધાર રાખવો પડે છે

સાથે જ ગટર વ્યવસ્થાની પણ દયનીય સ્થિતિ છે કેટલાક વિસ્તારોમા ગટર લાઇનનો અભાવ છે તો ક્યાંક યોગ્ય સફાઈ થતી ન હોવાને કારણે ગંદકી અને દુર્ગંધનો માહોલ રહે છે આથી નાગરિકોના આરોગ્ય પર પણ ખતરો સર્જાઈ રહ્યો છે

 

વિજળીની સુવિધાની પણ ગંભીર ઉણપ અનુભવી રહી છે વિશેષ કરીને વોર્ડ નં. ૩, ૪ અને ૫ના કેટલાક વિસ્તારમા વીજ પોલ તથા સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ નથી પરિણામે રાત્રિના સમયે રાહદારીઓ અને રહીશો માટે ભયજનક પરિસ્થિતિ સર્જાય છે

 

સફાઈ અને કચરા વ્યવસ્થાનુ પણ પૂરતું આયોજન નથી ડસ્ટબિનની અછત અને નાગરિક વિસ્તારોથી સમયસર કચરો ઉઠાવવામા ન આવતા જગ્યા-જગ્યા પર કચરાના ઢગલા જોવા મળે છે

 

જય ભીમ યુવા સંગઠન દ્વારા ચીફ ઓફિસરને રજૂઆતમા માંગ કરવામા આવી છે કે ઉપરોક્ત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલવામા આવે, નહીં તો સંગઠન આગામી સમયમા આંદોલનનો માર્ગ અપનાવશે.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores