>
Tuesday, August 26, 2025

ઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇમ સ્ટોનનો જથ્થો જપ્ત

ઉનાના ચાચકવડ ગામેથી ગેરકાયદેસર બિલ્ડિંગ લાઇમ સ્ટોનનો જથ્થો જપ્ત

 

ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાયની સૂચના અને ઉના પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ, ઉના તાલુકાના ચાચકવડ ગામેથી પાસ-પરમિટ વગર બિલ્ડિંગ લાઇમ સ્ટોન (પથ્થર)નો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગીર ગઢડા મામલતદાર કચેરીની ટીમે ગીર ગઢડા – ધોકડવા રોડ પર સઘન ચેકિંગ હાથ ધરીને આ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, ચેકિંગ દરમિયાન બે ટ્રેક્ટર, નંબર GJ32AA-9647 અને GJ32B-9431, ને રોકવામાં આવ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બંને ટ્રેક્ટરોમાં ઉના તાલુકાના ચાચકવડ ગામેથી કોઈ પણ પ્રકારના કાયદેસરના પાસ-પરમિટ વગર બિલ્ડિંગ લાઇમ સ્ટોન ભરીને તેનું વહન કરવામાં આવી રહ્યું હતું.તાત્કાલિક કાર્યવાહી કરીને, તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે વહન થતા બિલ્ડિંગ લાઇમ સ્ટોનના જથ્થા સાથે બંને ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા. આ જથ્થાને અને જપ્ત કરાયેલા વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગીર સોમનાથના ખાણ ખનિજ વિભાગને સુપરત કરવામાં આવ્યા છે. જિલ્લામાં ખનીજ ચોરીને ડામવા માટે તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે, જેનો આ એક ભાગ છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores