આજરોજ ઉના તાલુકાના ખડા ગામ માં લોકફાળો કરી પુસ્તકાલય નિર્માણ
ઉના તાલુકાના છેવાડાના દરિયા કિનારે આવેલું પંખી ના માળા સમાન ગામ એટલે ખડા ગામ ના જાગૃત યુવાનો દ્વારા અથાગ પ્રયત્નો કરી લોક ફાળો કરી લાઇબ્રેરી નુ નિર્માણ કાર્ય કરવા આવ્યું છે આ લાઇબ્રેરી મા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરવા માટે ના પુસ્તકો તથા બીજા અન્યો પુસ્તકો નો સંગ્રહ કરવા આવ્યો છે
આ પુસ્તકાલય નિર્માણ કાર્ય પુરૂ થતાં આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે આ લોકાર્પણ કાર્યક્રમ મા ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ રિબીન કાપી ખુલ્લી મુકી હતી તથા આ શુભ પ્રસંગે ગિર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય તથા દેલવાડા ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી વિજયભાઇ બાંભણિયા તથા સૈયદ રાજપરા ગામ ના સરપંચ શ્રી ભરતભાઇ કામલિયા તથા સરપંચ શ્રી જીવનભાઇ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે પ્રાથમિક શાળા ના શિક્ષક ગણ દ્રારા કાર્યક્રમ નુ સંચાલન કરવા મા આવેલ તથા પ્રાથમિક શાળા ના બાળકો એ સાસંકૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો
આ તકે જીલ્લા પંચાયત સદસ્ય શ્રી ભાવેશભાઇ ઉપાધ્યાય એ લાઇબ્રેરી મા ટેબલ ખુરશી માટે રુપિયા 11000/ રોકડ રકમ ભેટ આપી હતી જ્યારે દેલવાડા ગામ ના સરપંચ પ્રતિનિધિ શ્રી વિજયભાઇ બાંભણિયા દ્રારા નાની બાળાઓ ને 1100/ ની રોકડ ભેટ આપવા મા આવેલ
આમ આજરોજ ખડા જેવા નાનકડા ગામમાં લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવતા પુસ્તક પ્રેમી યુવાનો મા ખુશી ની લાગણી વ્યક્ત છે બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના