BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલદાસ સ્વામીને, જુલાઈ ૨૦૨૫ દરમિયાન, અમેરિકાના વિવિધ રાજ્ય તથા શહેરોના શાસકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
1. યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સની કોંગ્રેસનલ માન્યતા દ્વારા– “આત્મિક વિકાસ માટેની અસાધારણ સેવા માટે” – કોંગ્રેસના સભ્ય માન. સુહાસ સુબ્રમણિયમ દ્વારા.
2. ડેલાવેર રાજ્યના ગવર્નર મૅથ્યુ મેયર દ્વારા જાહેરનામું– “લોકોના અંગત અને વ્યાવસાયિક જીવનને સુધારવા માટે પ્રાયોગિક માર્ગદર્શન આપવા બદલ.”

3. ન્યૂ જર્સી રાજ્યના સેનેટર પેટ્રિક ડાઈગનેન દ્વારા જાહેરનામું– “શાશ્વત મૂલ્યોના સમર્પિત દૂત તરીકેની ભૂમિકા માટે.”
4. મેસેચ્યુસેટ્સના હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સના સ્પીકર રોનાલ્ડ મેરિયાનો તથા સ્ટેટ રિપ્રેઝેન્ટેટિવ રૉડની એલિયટ દ્વારા– “માનવતાના કલ્યાણ અને સૌહાર્દ માટેના અદ્વિતીય યોગદાન બદલ.”
5. વર્જિનિયા સેનેટના અભિનંદન પાઠવતા સેનેટર કન્નન શ્રીનિવાસન દ્વારા– “સમાજ સેવા માટેના નિષ્ઠાપૂર્વકના યોગદાન બદલ.”
6. સેનેટર જે. ડી. “ડૅની” ડિગ્સ દ્વારા– “સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવાની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા બદલ.”
7. મેયર ડેનિયલ રૌર્ક લોઅલ શહેર, મેસેચ્યુસેટ્સ, સીટેશન દ્વારા– “વિશિષ્ટ વિચારોના માર્ગદર્શક તરીકે નોંધપાત્ર યોગદાન બદલ.”
8. હેમ્પટન શહેરના મેયર જેમ્સ એ. ગ્રે જુનિયર દ્વારા – “વિશ્વભરમાં મન અને હ્રદયને સ્પર્શી ગયેલા વિચારશીલ વિચાર વિમર્શ બદલ.”
9. ન્યૂપોર્ટ ન્યૂઝ, વર્જિનિયા શહેરના મેયર ફિલિપ જોન્સ દ્વારા જાહેરનામું – “જીવનમાં સુધારો લાવવા માટેના ઉલ્લેખનીય સેવા અને અડગ પ્રતિબદ્ધતા બદલ.”
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ ન્યૂઝ ઓફ વડાલી







Total Users : 152506
Views Today : 