ગીરગઢડા: કૃષ્ણ મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા, ₹10,410 રોકડા જપ્ત
ગીરગઢડા સર્વેલન્સ સ્ક્વોડે ગીરગઢડા ગામમાં કૃષ્ણ મંદિર પાછળ શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડી, ₹10,410 રોકડા અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. ઇન્સ્પેક્ટર યુ.બી. રાવલના માર્ગદર્શન હેઠળ ગીરગઢડા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો.પેટ્રોલિંગ દરમિયાન, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ગાંગાભાઈ સોસા, કોન્સ્ટેબલ દિલીપસિંહ વીરાભાઈ વાઢેર અને હિતેશભાઈ અરશીભાઈ વાઘેલાને સંયુક્ત બાતમી મળી હતી કે, ગીરગઢડા ગામમાં કૃષ્ણ મંદિર પાછળ રહેતા અશ્વિનકુમાર ઉર્ફે લખો હસમુખભાઈ સાગરના મકાન આગળ જાહેરમાં શેરીમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળી ગંજી પત્તા અને પૈસા વડે “રોન પોલીસ તીન પત્તી” નામનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને નીચે મુજબના છ આરોપીઓને જુગાર રમવાના સાહિત્ય અને રોકડા ₹10,410 સાથે ઝડપી પાડ્યા હતા:અશ્વિનકુમાર ઉર્ફે લખો હસમુખભાઈ સાગર,મનુભાઈ ભગાભાઈ શિયાળ, તોકીરભાઈ હાજીભાઈ સમા,નારણભાઈ ગોવિંદભાઈ ઠુમ્મર , સલીમભાઈ વલીભાઈ પોપટપૈત્રા,ઇકબાલભાઈ ઉંમરભાઈ સમા પોલીસે ₹10,410 રોકડા, 52 ગંજી પત્તા અને એક પાથરણું મળી કુલ ₹10,410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા