કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમા “પી એમ કિસાન ઉત્સવ દિવસ”ઉજવણી કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠામા પીએમ કિસાન સમ્માન નિધિ’ યોજનામાં ૩૯ કરોડથી વધુનો લાભ અપાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચુઅલ ઉપસ્થિતિમા “પી એમ કિસાન ઉત્સવ દિવસ” અંતર્ગત પીએમ કિસાન સમ્માન નિધિ’ યોજનાનો ૨૦ મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામા જમા કરવા “કિસાન સન્માન સમારોહ” યોજાયો હતો. જે અંતર્ગત સાબરકાંઠામાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેનશ્રી ધર્મિષ્ઠબેન ગજ્જરની અધ્યક્ષતા તેમજ સાંસદશ્રી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં પી એમ કિસાન સન્માન નીધી યોજનાનો ૨૦ મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧,૧૧૮ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સાબરકાંઠામા કુલ રૂ.39 કરોડથી વધુનો લાભ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમા ચેરમેનશ્રી ધર્મિષ્ઠબેન ગજ્જરે જણાવ્યું હતું કે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.કૃષિ ક્ષેત્રે અવનવા ખેતી પ્રયોગો થકી અને પશુપાલનમાં આર્થિક ઉપાર્જન વધારી ગુજરાત રાજ્યમાં ઉત્તર વિભાગમાં આવેલ સાબરકાંઠા જિલ્લો ખેતી ક્ષેત્રે વિકાસશીલ છે. દેશને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રી દ્રારા વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિકસિત ભારત બનાવવા માટે ખેડૂતો, મહિલાઓ, યુવાનો સહિત માટે વિવિધ યોજનાઓ અમલી છે. ખેડૂતોએ સમૃદ્ધ કરવા તથા ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવી છે. જેનો લાભ જિલ્લા સહિત દેશના ખેડૂતમિત્રો લઇ રહ્યા છે.
આ કાર્યક્રમમા સાંસદશ્રી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે આજે દેશ કૃષિક્ષેત્રે અવરિત વિકાસ સાધી રહ્યો છે.આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમા પીએમ કિસાન સમ્માન નિધિ’ યોજનાનો ૨૦ મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામા જમા કરવામા આવ્યો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂત લાભાર્થીઓને સીધા બેંક ખાતા મારફતે લાભ આપવામાં આવ્યો છે. ખેડૂતોની આર્થિક સદ્ધરતા માટે સરકાર આવનવા પ્રયાસો કરી રહી છે.
જિલ્લાકક્ષાના કાર્યક્રમમા મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ પહેલા ચેરમેનશ્રીએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ કાર્યક્રમમા ઉપસ્થિત સૌ કોઈએ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા રાજય કક્ષાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી,ખેતીવાડી અધિકારીશ્રી, મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડૉ. જનકભાઈ મિસ્ત્રી,વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. પી એસ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891