ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન માં પરિવારથી વિખુટા પડેલ બાળકને પરિવાર સાથે મિલન કરાવ્યું
પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબનાઓની સૂચના મુજબ દરેક પોલીસ સ્ટેશન વાઈઝ ગુમ થયેલ બાળક મહિલા કે વૃદ્ધો કે મંદબુદ્ધિ ના વ્યક્તિઓને સાચી ઓળખ કરી તેઓના વાલી વારસો સાથે મિલન કરાવવા સૂચના કરેલ હોય જે અન્વયે તા. ૧-૮-૨૫ ના રોજ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસેથી એક અજાણ્યુ બાળક ઉંમર વર્ષ આશરે પાંચનું એકલું મળી આવતા જે બાળકને પોલીસ સ્ટેશને લાવી પ્રાદેશિક ભાષામાં પૂછપરછ કરતા બાળક પોતાનું નામ અજય હોવાનું જણાવતો હોય તેમ જ સરનામા અંગે ચોક્કસ માહિતી આપતું ન હોય જેથી હ્યુમન સોર્સની મદદથી તેનો ફોટો સોશિયલ મીડિયા whatsapp મારફતે સાબરકાંઠા બનાસકાંઠા તથા રાજસ્થાનના whatsapp ગ્રુપોમાં વાયરલ કરી
માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા તેના વાલી વારસો સાયબા ભાઈ ગલજીભાઈ ગમાર રહે. ખેડવા તા.ખેડબ્રહ્મા હોવાનું જણાવતા તેઓની પાસેથી જરૂરી આધાર પુરાવા જોઈ બાળકને સહી સલામત તેના વાલીવાર્થોને સોંપવામાં આવેલ આમ ખેડબ્રહ્મા પોલીસે બજારમાં એકલા પડી ગયેલ બાળકને તેના વાલી વારસો સાથે સંપર્ક કરાવી કે પોલીસ સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી.
તસવીર અહેવાલ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 152604
Views Today : 