>
Tuesday, August 26, 2025

ઉના પોલીસે વિવેક ચૂક અને આપઘાત માટે દુષ્પ્રેરણાના આરોપીને દબોચ્યો

ઉના પોલીસે વિવેક ચૂક અને આપઘાત માટે દુષ્પ્રેરણાના આરોપીને દબોચ્યો

 

ઉના પોલીસે લગ્નની લાલચ આપી વિવેકે ચૂક ગુજારવા અને ત્યારબાદ ભોગ બનનારને આપઘાત કરવા માટે મજબૂર કરવા બદલ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ ફારૂકભાઈ કાસમભાઈ જેઠવા (ઉંમર ૪૪, રહે. નીચલા રહીમ નગર, ઉના) તરીકે થઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી ફારૂકભાઈ જેઠવાએ ભોગ બનનાર યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, તેણે યુવતીને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ કારણે ભોગ બનનાર યુવતી ભારે માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહી હતી. આ દુઃખ અને ત્રાસના કારણે તેણે એસિડ પીને આપઘાત કરી લીધો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.આ ઘટના અંગે ભોગ બનનાર યુવતીની માતાએ ૩૧ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય સાક્ષ્ય અધિનિયમ-૨૦૨૩ ની કલમ ૬૪(૧), ૧૦૮, ૩૫૧(૨), અને (૩) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર, ઉના પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ બે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં ઉના પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ અને તપાસ કરનાર અમલદાર કે.એમ. ચાવડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો સમાવેશ થતો હતો.બંને ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને આરોપીની સઘન તપાસ કરી રહી હતી. સતત પ્રયાસો અને મહેનતના પરિણામે, આજે ૫ ઑગસ્ટ, ૨૦૨૫ ના રોજ આરોપી ફારૂકભાઈ કાસમભાઈ જેઠવા, મનસુરી મુસ્લિમ, જે મનસુરી શેરી, નીચલા રહીમ નગર, ઉનાનો રહેવાસી છે, તેને ઝડપી પાડી કાયદેસર રીતે અટક કરવામાં આવ્યો છે.

હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેની વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે. આ કેસમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores