>
Tuesday, August 26, 2025

મહીલા પોલીસ સ્ટેશન અમરેલી જીલ્લા દ્રા રા અમરેલી જીલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારા અને ખરાબ સ્પર્શ (ગુડ ટચ બેડ ટચ ) વિશે સમજ અંગે વિદ્યાથીઓમાં જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરેલ.*

*મહીલા પોલીસ સ્ટેશન અમરેલી જીલ્લા દ્રા રા અમરેલી જીલ્લાની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારા અને ખરાબ સ્પર્શ (ગુડ ટચ બેડ ટચ ) વિશે સમજ અંગે વિદ્યાથીઓમાં જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરેલ.*

 

આજના સમયમા વિદ્યાર્થીઓમાં જાતીય સતામણી લગત બનતા બનાવો સબબ અમરેલી જીલ્લા અંતર્ગત જિલ્લામાં બાળકો સાથે બનતા અપરાધો, બનતા પહેલા જ અટકાવવા તેમજ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વાલીઓ,બાળકો અને લોકોમાં બાળકો સાથે થતા જાતિય શોષણ બાબતે જાગૃતતા લાવવા, બાળકો સાથે થતા સારા અને ખરાબ સ્પર્શની સમજ કેળવવા માટે ગુડ ટચ બેડ ટચનું અમરેલી જીલ્લા પોલીસ દ્વારા ‘સ્પર્શ એક સમજ’ થીમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે દિપક સ્કુલ (રૂપાયતન શાળા) ચિતલરોડ, અમરેલી ખાતે આજરોજ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અમરેલી વિભાગ અમરેલીનાઓની સુચના તથા માર્ગદર્શન મુજબ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ.જે.આર.સરવૈયા તથા મહિલા પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા કાર્યક્રમનુ આયોજન કરી વિદ્યાર્થીનીઓને તેમજ શિક્ષકોને “સ્પર્શ એક સમજ” (ગુડ ટચ બેડ ટચ)થી માહીતગાર કરેલ તેમજ ૧૦૦,૧૮૧,૧૦૯૮ હેલ્પલાઇન નંબર વિશે બાળકોને માહિતગાર કરેલ.

 

આ કામગીરીમાં પો.ઇન્સ. જે.આર.સરવૈયા તથા મહિલા પોલીસ સ્ટેશન સ્ટાફ હેડ કોન્સ. કૃપાબેન.પટોળીયા,પો.કોન્સ.ગૌરીબેન પટોળીયા એ રીતેના પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.

 

*અહેવાલ મુકેશ ડાભી અમરેલી*

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores