વડાલી શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
વડાલીમાં તિરંગા યાત્રા આન બાન અને શાન સાથે રેલી સ્વરૂપે યોજાઇ
આપણો રાષ્ટ્રધ્વજ
આપણા દેશ ની શાન
આપણુ અભિમાન
આપણા વડાલી શહેર માં ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકા અને શહેર દ્વારા આયોજીત વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રા માં શહેર અને તાલુકા ની તમામ રાષ્ટ્રપ્રેમી જનતા તથા સંગઠન ના તમામ હોદેદારો,તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ,નગરપાલિકા ના તમામ સદસ્યશ્રીઓ,જિલ્લા પંચાયત ના તમામ સદસ્યશ્રીઓ તથા હોમગાર્ડ યુનિટ તથા શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ તથા શેઠ સી.જે. હાઈસ્કૂલ વડાલી ના વિધાર્થીઓ કાર્યકરો અને મોટી સંખ્યામાં દેશ ભક્ત લોકો આ પદ યાત્રા માં જોડાયા હતા.
આ તિરંગા યાત્રા માં ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા ,તથા પૂર્વ જિલ્લા પ્રમુખ માં.શ્રી તખતસિંહ હડિયોલ પ્રદ્યુમ્નસિંહ ચંપાવત તથા અન્ય હોદેદારો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
યાત્રા ની શરૂઆત વિવેકાનંદ ચોક થી થઈ હતી અને પુર્ણાહુતી માર્કેટ યાર્ડ વડાલીમાં કરવામાં આવી.
સમગ્ર યાત્રા નું આયોજન તાલુકા મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા સંજયભાઈ દેસાઈ મહામંત્રી વડાલી શહેર દ્વારા કરવામાં આવ્યું હતું.
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891