>
Tuesday, August 26, 2025

વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ ના NSS (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ દ્વારા એક દિવસીય પિકનિક નું આયોજન કરાયું 

વડાલીની બી જી શાસ્ત્રી હાઇસ્કુલ ના NSS (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ દ્વારા એક દિવસીય પિકનિક નું આયોજન કરાયું

 

શ્રી બી.જી.શાસ્ત્રી હાઇસ્કુલ વડાલી Nss (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ દ્વારા નિયમિત પ્રવૃત્તિઓના ભાગરૂપે પ્રકૃતિ સાથે સંવાદ અંતર્ગત તા.11/8/25 ને પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે NSS ના વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિના ખોળે લીલાછમ ડુંગરો વચ્ચે આવેલ મોરજેર શિવજી મંદિર ખાતે વન ડે પિકનિકનું આયોજન કરવામાં આવ્યું.. અહીંયા શિવલિંગ ઉપર અવિરત ગુપ્તગંગા વહે છે અને લીલાછમ ડુંગરો વચ્ચે આવેલુ આ શિવમંદિર આજુબાજુના ગ્રામજનોનું ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીંયા આવીને NSS ના વિદ્યાર્થીઓએ શિવ મંદિરના દર્શન કર્યા તથા અરવલ્લીની ગિરિમાળામાં પ્રકૃતિનો આનંદ માણ્યો અંતે ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા.. શહેરની ભીડથી દૂર વિદ્યાર્થીઓ પ્રકૃતિનો આનંદ માણી શકે અને વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતાના સંસ્કારોનું સિંચન થાય એ આ કાર્યક્રમનો ઉદ્દેશ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન nss પ્રોગ્રામ ઓફિસર શ્રી મેહુલ કુમાર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું સાથે શાળાના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ ભગત સાહેબ, શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ,સ્ટાફ મિત્રોમાં નીલમબેન, કમલેશભાઈ સુધીરભાઈ, જયેશભાઈ,બી.એમ.પટેલ ,હરેશભાઈ વગેરે શિક્ષક મિત્રોએ ખૂબ સહકાર આપ્યો હતો.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores