ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે આઝાદી દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે આઝાદી દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ઉના તાલુકાના છેવાડાના દરિયા કિનારે આવેલા સૈયદ રાજપરા ગામ માછીમાર વ્યવસાય સાથે જોડાયેલ ગામ છે આ ગામમાં આવેલ પ્રાથમિક શાળા ના મેદાન ખાતે સરપંચ શ્રી ભરતભાઇ કામલિયા ની અધ્યક્ષતા હેઠળ આઝાદી પર્વ ની અનેરી ઉજવણી કરવામાં આવી છે જેમાં શાળાના શિક્ષકો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવેલ હતા સાથે સાથે સરપંચ શ્રી ભરતભાઇ કામલિયા એ ઉદબોધન કરતા જનતા ને શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા હાકલ કરી હતી અને જે બાળકો શાળા માંથી ડ્રોપઆઉટ થયા હોય એવા બાળકો ના વાલી ને અપિલ કરી હતી કે ફરી બાળકો ને શાળા એ મોકલવા માં આવે સાથે સાથે શાળાના શિક્ષકો માધ્યમીક શાળા તથા ઉચ્ચ માધ્યમિક શાળા ના શિક્ષકો દ્રારા કરવામાં આવતી શિક્ષણ પ્રત્યે ની મહેનત ને બિરદાવી હતી
ગામ ના વિકાસ માટે હર હંમેશ પોતે કટીબદ્ધ છે અને રહેસે એવી ખાતરી આપેલ અને યુવાનો ને વ્યશન થી દુર રહેવા હાકલ કરી હતી
આમ દરિયા કિનારે આવેલા છેવાડાના ગામ સૈયદ રાજપરા મા આઝાદી પર્વ ની ઉજવણી ભવ્યતા થી કરવા મા આવી હતી આ કાર્યક્રમમાં પંચાયત સદસ્ય શ્રી હસમુખભાઈ બાંભણિયા તથા યુવા આગેવાન દિનેશભાઇ રાઠોડ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના