પાંચ ગામ સમસ્ત સગર સમાજ ,વડાલી
ઇનામ વિતરણ કમિટી આયોજીત
15 મો ઇનામ વિતરણ શુભેચ્છા તથા કર્મચારી સન્માન કાર્યક્રમ -૨૦૨૫ યોજાયો.
પાંચગામ સમસ્ત સગર સમાજ ,વડાલી ઇનામ વિતરણ કમિટી આયોજીત સગર સમાજના તેજસ્વી દિકરા-દીકરીઓનો ઇનામ વિતરણ /શુભેચ્છા તથા કર્મચારી સન્માન કાર્યક્રમ સગર સમાજના પ્રમુખશ્રી રમણભાઈ મોવડિયાના અધ્યક્ષ સ્થાને તા. ૧૬/૦૮/૨૦૨૫ જન્માષ્ટમીની રાત્રે ૮:૩૦ કલાકે ઈશ્વર મહાદેવ મંદિર , સગરવાસ,વડાલી ખાતે યોજાયો. જેમાં ૫૧૨ બાળકોને દાતાશ્રીઓ ડો.શૈલેષભાઈ રમણભાઈ સગર, મુકેશભાઈ શંકરભાઈ ભૂંગળ તથા રામ ભરોસે ઇનામ ના દાતા થયેલ જેમને નામ જાહેર ન કરવાનું જણાવેલ એવા તમામ દાતાશ્રીઓ તરફથી જે સહયોગ મળેલ તે પંચ કમિટીના હસ્તે ઇનામો આપી તથા સમાજ દ્વારા સિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા
.પ્રાથમિક શાળા નંબર-૩ ના આચાર્યશ્રી ભાવેશભાઈ ગઢવી દ્વારા NMMS પરીક્ષામાં મેરિટમાં આવેલ બાળકોએ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ચાલુ વર્ષે સગર સમાજના ક્લાસ – ૨ ,ક્લાસ-૩, તથા અગ્નીવીર કુલ -૨ આમ કુલ – ૮ (આઠ) સરકારી નોકરીમાં જોડાયેલ કર્મચારીઓનું સગર સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દેવોપણ સાક્ષી બનવા માગતાં હોય તેમ મહાદેવની કૃપાથી મેઘરાજા એ વિરામ લઇ ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવી શુભેચ્છા પાઠવતા હોય તેઓ સાક્ષાત્કાર થયો.
આજે સગર સમાજના દીકરા-દીકરીઓ શાળા,કોલેજોમાં ઉચ્ચ ટકાવારી મેળવી સગર સમાજને ગૌરવશાળી સમાજ તરીકે નામના અપાવી રહ્યા છે.આજે શિક્ષણ ,સંગઠન ,ધાર્મિક , નાણાકીય ,રાજકીય ,સેવાકીય પ્રવૃતિ તમામ બાબતોમાં સગર સમાજ અગ્રેસર છે.જે સગર સમાજ માટે ગૌરવની બાબત છે.
આ કાર્યક્રમમાં સગર સમાજના પ્રમુખશ્રી રમણભાઈ મોવડિયા , ઉપ પ્રમુખશ્રી રમણભાઈ મોડાસીયા ,પંચ કમિટિના સભ્યો, દાતાશ્રીઓમાં ડો.શૈલેષભાઈ રમણભાઈ સગર ના માતા-પિતા , મુકેશભાઈ શંકરભાઈ ભૂંગળ , ભાવેશભાઈ ગઢવી ,સગર સમાજના વિવિધ કમિટિના સભ્યો મોટી સંખ્યામાં માતાઓ,બહેનો, વડીલો,કર્મચારીઓ , વિધ્યાર્થી ભાઇઓ તથા બહેનોને ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો.
આ કાર્યક્રમ ને યાદગાર અને સફળ બનાવવા બદલ પાંચગામ સમસ્ત સગર સમાજ કમિટિ તથા ઇનામ વિતરણ કમિટીના સભ્યોએ સૌનો આભાર માન્યો હતો.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891