>
Tuesday, August 26, 2025

શ્રાવણીયો જુગાર રમતા 6 શકુનિઓને ₹1,69,380/- ના મુદ્દા માલ સાથે ગાંભોઈ પોલીસે પકડી પાડ્યા 

શ્રાવણીયો જુગાર રમતા 6 શકુનિઓને ₹1,69,380/- ના મુદ્દા માલ સાથે ગાંભોઈ પોલીસે પકડી પાડ્યા

 

પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા ના ઓ એ પ્રોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હતી તે સંદર્ભે શ્રી એ કે પટેલ પોલીસ અધિકારી હિંમતનગર વિભાગ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ રબારી પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓની પુરોહી તથા જુગારના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હતી જે સંદર્ભે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ રબારી તથા સર્વિલન્સ કોડના માણસો તે દિશામાં સતત વધતા પેટ્રોલિંગમાં કાર્યરત હતા

 

તારીખ 16 8 2025 ના રોજ ગાંભોઈ પોલીસ ટીમ તથા સર્વિલન્સ કોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અ.હે.કો. યોગેન્દ્રસિંહ રણુ સિંહ ને ખાનગી બાતમી મળી કે ગામડી ગામની સીમમાં આવેલ કોલેજની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગંજી પાનાથી પૈસાનો હાર જીતનો જુગાર રમી રમે છે જે હકીકતના આધારે સર્વેન્સ બોર્ડના માણસો સાથે રેડ કરતા તે જગ્યાએથી જશવંત પુરી સ/ઓ ચતુરપૂરી માધવપુરી ગોસ્વામી રહે. આગિયોલ તાલુકો હિંમતનગર રણજીતભાઈ સ/ઓ કાળાભાઈ મથુરભાઈ વાઘેલા રહે. આગિયોલ તાલુકો હિંમતનગર હિતેશ ઉર્ફે અલ્પેશ સ/ઓ.કાંતિભાઈ ધુળાભાઈ પરમાર (વાલ્મિકી) રહે તાલુકો હિંમતનગર મહેન્દ્રભાઈ વેણાભાઈ વણકર રહે. આગિયોલ તાલુકો હિંમતનગર ભરતસિંહ ગુલાબસિંહ ગોહિલ તાલુકો હિંમતનગર જગતસિંહ બબસીહ પરમાર રહે. ગામડી તાલુકો હિંમતનગર ના ગંજીપાના થી પૈસા નો હાર જીતનો જુગાર રમી રમાડતા રમતા દાવ ઉપરથી ₹1600 તથા પકડેલ ઇસમોની અંગઝડતી માંથી મળેલ કુલ 9870/- તથા ગંજીપાના નંગ 52 કિંમત 00 મોબાઈલ નંગ 6 ની કુલ કિંમત ₹23,000/- તથા વાહનોનો નંગ 3 જેની કિંમત 1,35,000/- નું મળી કુલ મુદ્દા માલ કિંમત ₹1,69,380/- ના મુદ્દા માલ સાથે પકડાઈ ગયેલ હોય જેથી તમામના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં ગાંભોઈ પોલીસ ટીમને સફળતા મળી હતી

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores