>
Monday, August 25, 2025

માય ભારત સાબરકાંઠા ના સહયોગ થી સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા સદભાવના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

માય ભારત સાબરકાંઠા ના સહયોગ થી સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા સદભાવના દિવસ ની ઉજવણી કરવામાં આવી.

 

માય ભારત સાબરકાંઠા ના સહયોગ થી સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૦મી ઓગસ્ટ ના રોજ “સદભાવના દિવસ” પ્રોગ્રામ સાબરકાંઠા જિલ્લામાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ હિમતનગર માં જીલ્લા યુવા અધિકારીશ્રી રમેશ કપૂર સાહેબના માગૅદશૅન થી યોજવામાં આવેલ. જેમાં સંસ્થાના પ્રમુખ ગુલનાર બહેન પઠાણે “સદભાવના દિવસ” વિષે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે ભારત ના પુર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય રાજીવ ગાંધી ની જયંતિ ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દીવસે દેશના નાગરિકો સદભાવના અને રાષ્ટ્ર ની એકતા ના શપથ લે છે l, જેમાં બધાજ ધર્મો, જાતિઓ, સંપ્રદાય, ક્ષેત્ર અને ભાષા બોલનારા ભારતવાસીઓ ની વચ્ચે શાંતિ અને સદભાવ બનાવી રાખવાની શપથ લેવામાં આવે છે. જેમાં બધાજ પ્રકારના મતભેદોને શાંતિ થી વાતચીત દ્વારા સંવૈધાનિક માધ્યમો થી સુલજાવવાની પણ શપથ લેવામાં આવે છે તેની પણ વાત કરી હતી. કાર્યક્રમ માં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો અને આમંત્રિતોને ઉચ્ચ શિક્ષકશ્રી પૂનમચંદ્ર સાહેબે ભારતીય બંધારણ વિશે વિસ્તૃત માહીતી આપી બધાંને સદભાવના દિવસ ની શપથ લેવડાવી હતી. પ્રોગ્રામ માં આમંત્રિત શાળાના આનલબેન પ્રજાપતી, જબરજસ્ત જાગ્રિક પ્રોગ્રામના હેડ ઝુહીયાખાન પઠાણ સાથે સાદેકા મોડાસિય, સાનિયા અંસારી, સુમૈયામામુ,ચોરીવાલા ફાતમા

ખાતુન,હસ્નેન ,હરાન, ઉપસ્થિત રહ્યા હતાં. બાળકો એ સદભાવના દીવસે સ્ટેજ પર વિષયને લાગતાં પ્રવચનો અને નાટકો દ્વારા કાર્યક્રમો કર્યા હતાં, પ્રોગ્રામ નું સુંદર સંચાલન ઝુહીયા ખાન પઠાણ અને પૂનમચંદ્ર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores