ગિર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા સાહેબ ની અરાવલી ખાતે બદલી થતાં વિદાય સમારંભ યોજાયો
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આઇપીએસ અધિકારીઓની બદલી ઓ કરવા મા આવેલ જેમાં ગિર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજા સાહેબ ની પણ બદલી કરાઇ હતી આ તકે વેરાવળ ખાતે બાયપાસ રોડ ઉપર આસોપાલવ હોટલ ખાતે બદલી પામેલા જીલ્લા પોલીસ વડા નો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં જીલ્લા પોલીસ વડા તરીકે ના પોતાના કાર્યકાળ દરમિયાન જીલ્લા મા કાયદો અને વ્યવસ્થાની જાળવણી ગુના ના ઉકેલ તથા સમસ્ત સમાજને કોઇ પણ પ્રકારની સમસ્યા નો સામનો ન કરવો પડે એવી તકેદારી રાખવી નાના મા નાના માણસો ને અન્યાય ના થાય એવી કામગીરી કરનાર જીલ્લા પોલીસ વડા શ્રી મનોહર સિંહ જાડેજા સાહેબ ની ઉત્કૃષ્ટ કામગીરી ને આ વિદાય સમારંભ મા બિરદાવવા મા આવી હતી આ તકે ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ શ્રી મનોહર સિંહ જાડેજા સાહેબ ને સાલ તથા મુમેનટ આપી સન્માનિત કરાયા હતા
આ તકે તાલાલા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ તથા જીલ્લા પંચાયત પ્રમુખ તથા પુર્વ.સાસંદ શ્રી દિનુભાઇ સોલંકી તથા માનસિંહ ભાઇ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના