શોકની લાગણી પ્રસરી: અંબાજી દર્શનાર્થે આવેલા ઊંઝાના વૃદ્ધાનું હાર્ટએટેકથી મોત નીપજ્યું.
પિત્તળ ગેટ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હુમલો આવ્યો
અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવેલા ઊંઝાના વૃદ્ધાનું એકાએક હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતુ. બુધવારે બપોરે ઘટેલી ઘટનાને પગલે દર્શનાર્થીઓમાં શોકની લાગણી પ્રવર્તી હતી. ઊંઝાના શારદાબેન પટેલ (ઉ.વ. 80) પરિજનો સાથે બુધવારે અંબાજીમાં મા અંબાના દર્શનાર્થે આવ્યા હતા.
બપોરના સુમારે મંદિર પરિસરના પિત્તળ ગેટ નજીકના પગથિયાથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન એકાએક હ્દય રોગનો હુમલો આવતા તેઓ ઢળી પડ્યા હતા. જેમને મંદિર પ્રાથમિક સારવાર કેન્દ્ર અને ત્યાંથી દેવસ્થાન ટ્રસ્ટની ઈ રિક્ષા દ્વારા અંબાજી જનરલ હિસ્પિતલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તે દરમિયાન જ શારદાબેનનું પ્રાણ પંખેરું ઊડી ગયું હતુ.
હોસ્પિટલમાં હાજર તબીબોએ સી. પી. આરની કોશિશ પણ કરી હતી. પરંતુ તે પણ નિરર્થક નીવડી હતી. શારદાબેન પટેલ પંદર વર્ષ બાદ મા અંબાના દર્શનાર્થે આવ્યા હતા. તેમના એકાએક મોતને લઈ પરિજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. રીપોર્ટ પરબત દેસાઈ cપાલનપુર