ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રિકો માટે તૈયારી કરાશે
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા નિમિત્તે તારીખ 1/ 9/ 2025 થી તારીખ 7/ 9/ 2025 સુધી પગપાળા આવતા સંઘો તેમજ યાત્રાળુઓની સગવડ અને સુવિધા ને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ તરફથી આગોતરી વ્યવસ્થા કરવામાં આવશે
ભાદરવી પૂનમ વિશેષ મહત્વ રહેલું હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવતા હોય છે અને તેમના માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા સુવિધા કરવામાં આવે છે શ્રી અંબિકા માતાજી ટ્રસ્ટના મેનેજર શ્રી દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું કે તારીખ 1/ 9/ 2025 થી તારીખ 7/ 9/ 2025 દરમિયાન આશરે 5 થી 6 લાખ જેટલા પદયાત્રાળુ ઓ તથા દર્શનાર્થીઓ માં અંબાના દર્શન કરી અંબાજી તરફ પ્રયાણ કરતા હોય છે અને આશરે 450 જેટલા સંઘો દર વર્ષે આવે છે અને અંબાજી તરફ પ્રયાણ કરે છે
ભાદરવી મેળા દરમિયાન પદયાત્રીકો માટે રહેવાની પીવાના ઠંડા પાણીની રાહત દરે જમવાની પાર્કિંગ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે યાત્રાળુઓની સુરક્ષા માટે ટ્રસ્ટ દ્વારા સિક્યુરિટી સીસીટીવી કેમેરા પોલીસ બંદોબસ્ત વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે મંદિર ટ્રસ્ટ ગુજરાત ટુરિઝમ અને નગરપાલિકા દ્વારા મંદિર પરિસર અને મેળામાં સ્વચ્છતા જળવાય તે માટે તૈયારીઓ કરવામાં આવે છે વરસાદી સિઝનમાં યાત્રાળુઓને આરામ માટે વિના મૂલ્યમાં વિસામો શેડ ખુલ્લું મૂકવામાં આવશે યાત્રાળુઓના ઘસારાને ધ્યાનમાં રાખીને આશરે 250 ડબા શુદ્ધ અમુલ ઘી નો પ્રસાદ બનાવવાનું પણ આયોજન કરેલ છે
ભાદરવા સુદ 6 ને સોમવાર તારીખ 29/ 8/ 2025 થી ભાદરવા સુદ બાર ને ગુરુવાર તારીખ 4/ 9/ 2025 સુધી મંગળા આરતી સવારે 6:15 કલાકે અને દર્શન સવારે 6:15 થી બપોરે 12:00 અને બપોરે 3 થી રાત્રિના 10:00 કલાક સુધી ભક્તોને દર્શનનો લાભ મળશે
ભાદરવા સુદ 13 ની શુક્રવાર તારીખ 5/ 9/ 2025 થી ભાદરવા સુદ 14 ને શનિવાર તારીખ 6/ 9/ 2025 સુધી મંગળા આરતી સવારે 6:00 કલાકે અને દર્શન સવારે 6 થી રાત્રિના 12:00 વાગ્યા સુધી થશે
ભાદરવા સુદ 15 ને રવિવાર તારીખ 7/ 9/ 2025 એ મંગળા આરતી સવારે 6:00 કલાકે અને ચંદ્રગ્રહણ હોવાના કારણે રાજભોગ અને શયન આરતી સવારે 11:00 કલાકે દર્શન સવારે 6 થી સવારના 12:30 વાગ્યા સુધી રહેશે
ચંદ્રગ્રહણ ના કારણે બંધ મંદિરમાં જાળીમાંથી દર્શનનો સમય બપોરના 12:30 કલાકે થી સાંજના પાંચ વાગ્યા સુધી રહેશે તેમ જ તારીખ 8/ 9/ 2025 થી રાબેતા મુજબ દર્શનાર્થીઓ માટે દર્શન ચાલુ રહેશે તેવું અંબિકા માતાજી ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું હતું
તસવીર અહેવાલ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891